• સોમવાર, 04 માર્ચ, 2024

હોંગકોંગની મૅચમાં મેસ્સી ન રમતા ચીને આર્જેન્ટિનાની બે મૅચ રદ કરી  

નવી દિલ્હી, તા.11: સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સીએ હોંગકોંગમાં એક પ્રદર્શની મેચ રમવાના ઘેરા પડઘા પડયા છે. આથી નારાજ ચીને આવતા મહિને આર્જેન્ટિના વિરુદ્ધના બન્ને મૈત્રિ મેચ રદ કરી દીધા છે.બીજિંગ ફૂટબોલ સંઘે જાહેર કર્યું છે કે માર્ચમાં બીજિંગના આઇવરી કોસ્ટ વિરુદ્ધ આર્જેન્ટિનાનો મેચ રદ કરવામાં આવ્યો છે. ઉપરાંત ચીનમાં રમાનાર નાઇજીરિયા અને આર્જેન્ટિના વચ્ચે ચીનમાં રમાનાર મેચ પણ રદ કરી દેવામાં આવ્યો છે. લિયોનલ મેસ્સી તેની કલબ ટીમ ઇન્ટર મિયામી સાથે હોંગકોંગ પ્રવાસમાં એક ફ્રેન્ડલી મેચમાં અનફિટનું કારણ આપીને રમ્યો હતો. આથી સ્થાનિક દર્શકો અને આયોજકો ઘણા નારાજ થયા હતા.