• સોમવાર, 04 માર્ચ, 2024

એશિયા કપ ફૂટબૉલમાં કતાર ચૅમ્પિયન  

ફાઇનલમાં જોર્ડન વિ. 3-0 ગોલથી વિજય

લુસેલ (કતાર), તા. 11: કતરની ટીમે અકરમ અફીકની હેટ્રિકની મદદથી જોર્ડન વિરુદ્ધ 3-1 ગોલથી વિજય મેળવીને એશિયા કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. કતરની ટીમ સતત બીજીવાર એશિયા કપમાં ચેમ્પિયન બની છે. 

અકરમ અફીક ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ઘોષિત થયો હતો. તેણે કુલ 8 ગોલ કર્યાં છે. ફાઇનલમાં હેટ્રિક કરનારો એશિયા કપ ઇતિહાસનો તે પહેલો ખેલાડી બન્યો છે. એશિયા કપમાં જાપાન વર્ષ 2000 અને 2004માં સતત બે વખત એશિયા કપ જીતવામાં સફળ રહ્યં હતું. પછી કતર સતત બે વખત ચેમ્પિયન બનનારી ટીમ બની છે. ગયા વર્ષે સ્ટેડિયમ પર ફીફા વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો આર્જેન્ટિના અને ફ્રાંસ વચ્ચે રમાયો હતો.