• સોમવાર, 04 માર્ચ, 2024

દ. આફ્રિકા લીગમાં સનરાઇઝર્સ ચૅમ્પિયન  

ફાઇનલમાં ડરબન સુપર જાયન્ટ્સ સામે વિજય

ન્યૂલેંડ્સ (. આફ્રિકા), તા.11: . આફ્રિકા ટી-20 લીગ (એસએ20)માં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ટીમ સતત બીજી સિઝનમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં સનરાઇઝર્સનો ડરબન સુપર જાયન્ટ્સ વિરુદ્ધ 89 રને એક તરફી વિજય થયો હતો. સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ટીમે ડરબન સુપર જાયન્ટ્સ સામે 20 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં ડરબન સુપર જાયન્ટ્સ ટીમ 17 ઓવરમાં 115 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.

સનરાઇઝર્સ તરફથી કેપ્ટન એડન માર્કરમે 42 રન અને ટોમ એબેલે 6 રનની ઝડપી ઇનિંગ રમી હતી જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 56 રનની આતશી ઇનિંગ રમી હતી. આથી સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ટીમના 20 ઓવરમાં 3 વિકેટે 204 રન થયા હતા. ડરબન ટીમ તરફથી સૌથી વધુ 38 રન વિયાન મુલ્ડરે કર્યા હતા. સનરાઇઝર્સ તરફથી માર્કો યાનસને કાતિલ બોલિંગ કરીને વિકેટ લીધી હતી. ફાઇનલ મેચમાં સનરાઇઝર્સ ટીમની ભારતીય માલિક કાવ્યા મારિન હાજર રહી હતી.