• સોમવાર, 04 માર્ચ, 2024

વિશ્વ વિક્રમી મેરેથોન રનર કેન્યાના કેલ્વિન કિપ્તુમનું કાર અકસ્માતમાં મૃત્યુ  

નવી દિલ્હી તા.12: કેન્યાના વિશ્વ વિક્રમી મેરેથોન રનર કેલ્વિન કિપ્તુમનું એક કાર દુર્ઘટનામાં મૃત્યુ નિપજયું છે. 24 વર્ષીય લાંબી દૂરીનો દોડવીર પેરિસ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલનો પ્રબળ દાવેદાર હતો. કેલ્વિન કિપ્તુમ અને તેના કોચ ગેરવાઇસ હકીજિમાના રવિવારે રાત્રે કારમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે તેમની કાર પલટી મારી ગઇ હતી. આથી બન્નેનું મૃત્યુ હતું. કારમાં સવાર એક મહિલાને ગંભીર ઇજા થઇ હતી. કિપ્તુમે શિકાગોમાં 2:00.35 સાથે મેરેથોન રેસ પૂરી કરીને નવો વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. તેણે એલિયૂડ કિપચોગેનો રેકોર્ડ તોડયો હતો. મૃતક કિપ્તુમે પેરિસ ઓલિમ્પિકમાં બે કલાકની અંદર મેરેથોન રેસ પૂરી કરવાનો લક્ષ્યાંક બનાવ્યો હતો.