• રવિવાર, 14 એપ્રિલ, 2024

કેજરીવાલ 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં  

તપાસમાં સહકાર આપતા નથી : ઈડી

નવી દિલ્હી, તા. 1 : શરાબનીતિ કૌભાંડના કેસમાં સોમવારે રાઉઝ એવેન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં મોકલી દેવાયા છે. 21 માર્ચથી જેલમાં બંધ કેજરીવાલ જેલ નંબર-2માં એકલા રહેશે. બે મામલામાં રાઉઝ એવેન્યૂ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. રાઉઝ એવેન્યૂ કોર્ટમાં ઇડીએ દાવો કર્યો હતો કે, વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતા હતા, તેવું કેજરીવાલે પૂછપરછમાં કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ