• બુધવાર, 22 મે, 2024

ભાજપમાં આવો અથવા જેલમાં જાઓ

આક્ષેપોની આતિશીબાજી

આપને ચાર મોટા નેતાની ધરપકડની શંકા

નવી દિલ્હી,  તા.2 : દિલ્હી સરકારના પ્રધાન આતિશી માર્લેનાએ દાવો કર્યો હતો કે તેમને ભાજપમાં જોડાઈ જવાની ઓફર કરવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે હું ભાજપમાં જોડાઈ જાઉં અને મારી રાજકીય કારકિર્દી બચાવી લઉં. જો હું ભાજપમાં જોડાઈશ નહીં તો એક મહિનાની અંદર ઈડી દ્વારા મારી ધરપકડ કરવામાં આવશે એમ આતિશીએ જણાવ્યું હતું. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું કે આગામી સમયમાં આપના ચાર નેતા મારા ઉપરાંત દુર્ગેશ પાઠક, રાઘવ ચઢ્ઢા અને સૌરભ ભારદ્વાજની ધરપકડ તોળાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક