• ગુરુવાર, 28 માર્ચ, 2024

નવી સંસદના ઉદ્ઘાટનનો વિરોધ કરનારા પર પ્રહાર  

વિદેશ પ્રવાસેથી વડા પ્રધાન પરત 

નવી દિલ્હી તા.25 : જાપાન, પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી વડાપ્રધાન મોદી પરત ફર્યા છે. એરપોર્ટે ભાજપા કાર્યકરોને સંબોધતાં તેમણે નવી સંસદના ઉદઘાટનનો બહિષ્કાર કરનારા રાજકીય દળો પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યં કે જયારે હું એ કહું છું કે અમારા તીર્થ ક્ષેત્રો પર હુમલા સ્વીકાર્ય નથી તો દુનિયા મારી સાથે દેખાય છે. ઓસ્ટ્રેલિયા આજે ભારતને પોતાનું માને છે. તે ભારતના ભવિષ્ય સાથે પોતાનું ભવિષ્ય જોડે છે. 

દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે ગુરુવારે વહેલી સવારે તેમણે સંબોધનમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું આવવું આપણાં સૌ માટે ગૌરવની વાત તો છે જ પરંતુ એટલું જ નહીં સમારોહમાં પૂર્વ વડાપ્રધાન પણ સામેલ થયા, વિપક્ષના સાંસદ આવ્યા હતા, સત્તા પક્ષના સાંસદ હતા..સૌ હળીમળીને ભારતીય સમુદાયના આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ યશ મોદીનો નહીં, હિંદુસ્તાનના પુરુષાર્થનો છે.

140 કરોડ ભારતીયોની લાગણીનો છે. કેટલાક લોકો મને પૂછે છે કે દુશ્મનને કોવિડ વેકિસન કેમ આપી ? તો હું કહેવા ઈચ્છું છું કે આ મહાત્મા બુદ્ધ અને ગાંધીની ધરતી છે અમે અમારા દુશ્મનોની પણ ચિંતા કરીએ છીએ. આજે દુનિયા જાણવા માગે છે કે ભારત શું વિચારી રહ્યંં છે.