• બુધવાર, 22 મે, 2024

યુપીએસસીનાં પરિણામ પ્રથમ દસમાં છ મહિલા  

નવી દિલ્હી, તા. 23 : યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા આજે સિવિલ સર્વિસ પરીક્ષા-2022ના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં ઇશિતા કિશોરે ટોચનું સ્થાન હાંસિલ કર્યું છે. આ વખતના પરિણામમાં ટોચના દસ સ્થાનમાંથી છ સ્થાનમાં કન્યાઓએ મેદાન માર્યું છે. બીજા ક્રમે ગરિમા લોહિયા, ત્રીજા ક્રમે ઉમા હરતિ એન. અને ચોથા ક્રમે સ્મૃતિ મિશ્રા રહી હતી. આમ પ્રથમ ચારેય સ્થાનમાં કન્યાઓએ મેદાન માર્યું છે. અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદ્વારની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 345 ઉમેદ્વાર સામાન્ય, 99 ઇડબલ્યુએસ, 263 ઓબીસી, 154 એસસી અને 72 એસટી કેટેગરીના છે. 175 ઉમેદ્વારની રિઝર્વ યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આઇએએસ પદો પર પસંદગી માટે 180 ઉમેદ્વાર શોર્ટ લિસ્ટ થયા છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એ પોતાનું પરિણામ યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ યુપીએસસી.જીઓવી. ઇનમાંથી ડાઉનલોડ કરી શકે છે. યોગ્યતા યાદી મુજબ પસંદગી પામેલા ઉમેદ્વારોને ભારતીય સનદી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને અન્ય કેન્દ્રીય સેવાઓમાં નિમણૂક આપવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક