• રવિવાર, 19 મે, 2024

બ્રહ્મોસ મિસાઇલનાં નવાં વર્ઝનનું સફળ પરીક્ષણ

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 11: ભારતે પોતાની સૌથી ખતરનાક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. મિસાઇલનું પરીક્ષણ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના એક અજ્ઞાત દ્વીપ ઉપરથી કરવામાં આવ્યું હતું. જેનાથી બીજા દ્વીપ ઉપર રાખવામાં આવેલા લક્ષ્યને નિશાને લેવામાં આવ્યું હતું.

સાથે મિસાઇલની રેન્જ વધારીને 450 કિમી કરવામાં આવી છે. મિસાઇલ 28 ફૂટ લાંબી છે અને 3000 કિલો વજન ધરાવે છે. જેમાં 200 કિલોના પારંપરિક પરમાણુ હથિયાર સજ્જ કરી શકાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક