• સોમવાર, 20 મે, 2024

સ્વદેશી એન્ટિ શિપ મિસાઈલનું પરીક્ષણ સફળ  

નવી દિલ્હી, તા.21: ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓ દ્વારા આજે સ્વદેશ નિર્મિત નેવલ એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સી-કિંગ 42બી હેલિકોપ્ટરથી આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આને એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. આ પરીક્ષણ દરમિયાન નૌસેના અને ડીઆરડીઓનાં ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર પ્રક્રિયા ઉપર નિરીક્ષણ રાખ્યું હતું.