• રવિવાર, 14 એપ્રિલ, 2024

બૅન્કિંગ શૅર્સમાં પાછોતરી વેચવાલી : સૂચકાંકો ફલેટ બંધ થયા  

મિડિયા અને રિયલ્ટી શૅર્સમાં આકર્ષણ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે શૅરબજારો સાંકડી વધઘટે અથડાઈને ફ્લેટ બંધ રહ્યા હતા. સેન્સેક્ષ 15.44 પૉઈન્ટ્સ (0.02 ટકા) ઘટીને 73,142.80 પૉઈન્ટ્સ ઉપર અને નિફ્ટી 4.75 પૉઈન્ટ્સ (0.02 ટકા) ઘટીને 22,212.70 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. બૅન્ક નિફ્ટી 108.05 પૉઈન્ટ્સ ઘટીને 46,811.75 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. નિફ્ટી 22,297.50ની નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચીને છેલ્લે 22,212.70 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટીમાં મોટી વધઘટ જોવા મળી હતી. 47,245.35 પૉઈન્ટ્સની સપાટીએ પહોંચેલો બૅન્ક નિફ્ટી બૅન્કિંગ શૅરોની વેચવાલીને કારણે છેલ્લે 108 પૉઈન્ટ્સ ઘટીને 46,812 પૉઈન્ટ્સ ઉપર પહોંચ્યો હતો.

જીડીપી સહિતના કેટલાક આંકડાઓ જાહેર થાય તે પહેલાં રોકાણકારો સાવચેત બન્યા હતા અને મોટી પોઝિશન લેવાનું ટાળતા હતા. જીડીપી અને નાણાકીય ખાધના જાન્યુઆરીના આંકડાઓ અને આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગોના આંકડા 29 ફેબ્રુઆરીએ જાહેર થશે.બ્લૂમબર્ગના એક અંદાજ મુજબ ભારતનો ત્રીજા ત્રિમાસિકનો જીડીપી 6.8 ટકા રહેશે. નિફ્ટીમાં બજાજ ફિનસર્વ સૌથી વધુ 1.5 ટકા વધ્યો હતો. ત્યાર બાદ એસબીઆઈ લાઈફ 1.4 ટકા અને એચડીએફસી લાઈફ 1.1 ટકા જેટલા વધ્યા હતા.

જ્યારે બીપીસીએલ, એચસીએલ ટેકનો અને મારુતિ સુઝુકી સૌથી વધુ ઘટયા હતા.નિફ્ટી મિડિયા સૌથી વધુ 1.2 ટકા વધ્યો હતો. નિફ્ટી રિયલ્ટી એક ટકો અને નિફ્ટી કન્ઝયુમર ડયુરેબલ્સ 0.6 ટકા વધ્યા હતા. સપ્તાહમાં સેન્સેક્ષ અને નિફ્ટી દરેક એક ટકો વધ્યા હતા. નિફ્ટી પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ 1.1 ટકા ઘટયો હતો. નિફ્ટી આઈટી, નિફ્ટી બૅન્ક અને નિફ્ટી મેટલ્સ દરેક 0.2 ટકા ઘટયા હતા.

વૈશ્વિક બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સેશે જણાવ્યું હતું કે બૅન્કિંગ ક્ષેત્રનો સમૃદ્ધ વિકાસ અને સ્પષ્ટ નફાકારકતાનો સુવર્ણ સમય પૂરો થયો એટલે હવે બૅન્કિંગ ક્ષેત્રના શૅરોના મૂલ્યાંકન ઘટયા છે. તેમણે વિવિધ બૅન્કોના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા હતા.ભારતના નાણાકીય ક્ષેત્રમાં ફંડનો ખર્ચ વધી રહ્યો છે. ગ્રાહકો ઉપર કરજનો બોજ વધી રહ્યો છે અને માળખાકીય ફંડિંગના વિવિધ મુદ્દાઓને કારણે સમસ્યાઓ થઈ શકે, એમ સેશે જણાવ્યું હતું.

એલકેપી સિક્યોરિટીઝના રૂપક ડેએ જણાવ્યું હતું કે નિફ્ટી તેના 22,200ના વ્યૂહાત્મક રેઝિસ્ટન્સથી ઉપર બંધ રહેવામાં સફળ થયો છે એટલે ટૂંકા ગાળાનું સેન્ટિમેન્ટ સકારાત્મક રહેશે. નિફ્ટી માટે હવે આગળ 22,400ના સ્તરે અવરોધ છે અને તેનો ટૂંકા ગાળાનો સપોર્ટ 21,900નો છે.અમેરિકાની સેમિકન્ડક્ટર કંપની એન્વીડિયાના શાનદાર ત્રિમાસિક પરિણામો જાહેર થતા અમેરિકા, યુરોપ અને જપાનના ઈન્ડેક્સ વિક્રમ ઊંચાઈ પર પહોંચ્યા હતા.

બીએસઈમાં ઈન્ડસ ટાવર, એસ્ટ્રાલ, આર્ચિયન કેમિકલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, એનસીસી, એફડીસી, સીએએમએસ, ગોદરેજ પ્રૉપર્ટીઝ, જસ્ટ ડાયલ, ઇન્ડિયન હોટેલ્સ, ગુજરાત પીપાવાવ પોર્ટ, લેમન ટ્રી હોટેલ, બ્લુ સ્ટાર, ઝાયડસ લાઈફ, અંબુજા સિમેન્ટ, ક્યુમિન્સ, ડૉ. રેડ્ડીઝ લૅબ, વરુણ બેવરેજીસ, એમઍન્ડએમ, એસબીઆઈ લાઈફ વગેરે શૅરના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈએ હતા.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ