• રવિવાર, 14 એપ્રિલ, 2024

રિલાયન્સ ઈન્ડ. ગિફ્ટ સિટીમાં શિપ લીઝિંગ યુનિટ શરૂ કરશે  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 25 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની દ્વારા ગુજરાતના ગિફ્ટ સિટીમાં શિપ લાઝિંગ એકમ સ્થાપવામાં આવનાર છે. કંપની એકમ માટે રૂા. 22,033 કરોડનું રોકાણ-ખર્ચ થશે. રિલાયન્સ ઇન્ટરનેશનલ લાઝિંગે ગિફ્ટમાં એકમ સ્થાપવા માટે દરખાસ્ત મૂકી છે. અલબત્ત, લીઝિંગ શોપ સેઝ સમિતિની મંજૂરીને આધિન રહેશે. ગિફ્ટ સેઝ અૉથોરિટીને કરવામાં આવેલી દરખાસ્તમાં જહાજો, વોયેજ ચાર્ટર અને મોટાં મોટાં જહાજોના અૉપરેટિંગના લીઝના વ્યવસાયને ચાલુ કરવા માટે દરખાસ્ત થઇ છે. 

કંપનીએ જિયો ફાઈનાન્સિયલ સર્વિસના પ્રમુખ અને સીઇઓ હિતેષકુમાર સેઠિયા સહિત ત્રણ ડાયરેક્ટરનાં નામ આપ્યાં છે. બીજા ડાયરેક્ટર તરીકે અમિત મહેતા અને ત્રીજા જયેશ બિહારીલાલ ધોળકિયાનાં નામ આપ્યાં છે. અલબત્ત, કંપનીએ વિષે કોઇ ટિપ્પણી કરી નથી. 

ફાઇનાન્સના સ્રોત વિશે બોલતા, રિલાયન્સે અહેવાલ આપ્યો છે કે પ્રમોટર અને રોકાણકારો નાણાકીય જવાબદારીઓ અને આંતરિક ઉપાર્જનમાંથી મૂડીનું રોકાણ કરશે. માહિતી અનુસાર પ્રમોટર અને રોકાણકારો નાણાકીય જવાબદારીઓમાંથી રૂા. 5 કરોડની મૂડી, રૂા. 11,607 કરોડ અને આંતરિક ઉપાર્જનમાંથી રૂા. 13.26 કરોડનું બાકી રોકાણ કરશે. 

નાણાકીય પાસાં પર સમીક્ષા કરાયેલ માહિતી દર્શાવે છે કે, `પાંચ વર્ષના સમયગાળા માટે સેવાઓની નિકાસ માટે ફ્રી ઓન બોર્ડ મૂલ્ય રૂા. 10,780.41 કરોડ (વાર્ષિક રૂા. 2156 કરોડ) હોવાનો અંદાજ છે. ફોરેન એક્સ્ચેન્જ આઉટગો રૂા. 10,397 કરોડ છે, પરિણામે નેટ ફોરેન એક્સ્ચેન્જ રૂા. 383 કરોડ થાય છે.'

આઇએફએસસી અૉથોરિટીને રિલાયન્સ ઇન્ટરનેશનલ લાઝિંગ આઇએફએસસી લિમિટેડ તરફથી અરજી મળી છે, તેમ દિપેશ શાહ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ડેવલપમેન્ટ) જણાવ્યું હતું. ગિફ્ટ સિટીમાં શિપ લીઝિંગ બિઝનેસ માટે અનેક કંપનીઓને રસ પડ્યો છે. આઇએફએસસી  તરફથી ભારતમાં પહેલેથી ત્રણ જહાજો લીઝ પર આપવામાં આવ્યાં  છે, તેમ તેમણે ઉમેર્યું હતું. અગાઉ, ભારતમાં નિયમો અને ટૅક્સ સ્પષ્ટતાના અભાવને કારણે ભારતીય સંસ્થાઓ શાપિંગ સાહસ બનાવવા માટે દુબઈ અને સિંગાપોર ગઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ