• રવિવાર, 14 એપ્રિલ, 2024

પેટીએમ કેસમાં એનપીસીઆઈને થર્ડ પાર્ટી ઍપ બનવા આરબીઆઈની સૂચના  

મુંબઈ, તા. 25 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન અૉફ ઇન્ડિયાને ઓસીએલની યુપીઆઈ ચૅનલના થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર બનવાનું સૂચન કર્યું હતું. જેથી પેટીએમ એપના યુપીઆઈ વ્યવહારો ચાલુ રહી શકે. પેટીએમની પ્રમોટર કંપની વન97 કૉમ્યુનિકેશન (ઓસીએલ) દ્વારા એનપીસીએલને વિનંતી કરવામાં આવી હતી.

રિઝર્વ બૅન્કે વધુમાં જણાવ્યું હતું કે જો એનપીસીએલ ઓસીએલને થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર તરીકે માન્યતા આપે તો તમામ paytm હેન્ડલો પેટીએમ પેમેન્ટસ બૅન્કમાંથી સરળતાપૂર્વક અન્ય કેટલીક બૅન્કોમાં ફેરવી શકાય. બૅન્કોની યાદી હવે પછી બહાર પડાશે.

જ્યાં સુધી હાલના બધા ગ્રાહકો નવા હેન્ડલમાં તબદીલ થાય ત્યાં સુધી ઓસીએલ નવા ગ્રાહકો નોંધી શકશે નહીં, એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું. paytm હેન્ડલો અન્ય બૅન્કોમાં સરળતાથી જઈ શકે તે માટે એનપીસીઆઈ ચારથી પાંચ બૅન્કોને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરનો દરજ્જો આપશે, એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું. બૅન્કો મોટા પાયે યુપીઆઈ વ્યવહારો પ્રોસેસ કરી શકવાની ક્ષમતા ધરાવતી હશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ