• રવિવાર, 14 એપ્રિલ, 2024

આરબીઆઈએ વિવિધ જાહેર પરિવહન વ્યવસ્થા માટે પીપીઆઈની પરવાનગી આપી  

મુંબઈ, તા. 25 (એજન્સીસ) : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) શુક્રવારે પ્રિપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટસ (પીપીઆઈ) વિશેના ધોરણોમાં સુધારો કરી અધિકૃત બૅન્કો અને નોન-બૅન્કોને વિવિધ જાહેર પરિવહન વ્યવસ્થા માટે પીપીઆઈ ઈસ્યૂ કરવાની પરવાનગી આપી છે.

સમગ્ર રાષ્ટ્રમાં દૈનિક ધોરણે કરોડો નાગરિકો વિવિધ સ્તરે જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરે છે, તેમને ટ્રાન્ઝિટ સર્વિસીસ માટે સુલભ, ઝડપી, વાજબી અને સુરક્ષિત ડિજિટલ પેમેન્ટની સુવિધા પ્રદાન કરવા અધિકૃત બૅન્કો અને નોન-બૅન્કોને પીપીઆઈ ઈસ્યૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આરબીઆઈએ આજે એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું હતું.

સૂચનાનો અમલ તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યો હોવાનું આરબીઆઈએ નોટિફિકેશનમાં જણાવ્યું છે.

પીપીઆઈ વિશે મૂળત: 2021માં આરબીઆઈએ નિર્દેશો આપ્યા હતા. પીપીઆઈને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે; સ્મોલ પીપીઆઈ અને ફુલ કેવાયસી પીપીઆઈ. તેનું વર્ગીકરણ થયા પછી તેને ઈસ્યૂ કરવામાં આવે છે. પીપીઆઈ ધારકની લઘુતમ માહિતી મળ્યા બાદ બૅન્કો અને નોન-બૅન્કો સ્મોલ પીપીઆઈ ઈસ્યૂ કરે છે. તેમાં ફંડ ટ્રાન્સફર અથવા કૅશ કાઢી શકાતા નથી.

બીજી તરફ, ફુલ કેવાયસી પીપીઆઈ બૅન્કો અને નોન-બૅન્કો દ્વારા પીપીઆઈ ધારકની સંપૂર્ણ કેવાયસી (નો યોર કસ્ટમર) થયા બાદ ઈસ્યૂ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ગુડ્સ અને સર્વિસીસની ખરીદી, ફંડ ટ્રાન્સફર અથવા રોકડ કાઢવા માટે થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ