• રવિવાર, 14 એપ્રિલ, 2024

ઔષધીય ગુણ ધરાવતા સફેદ કાંદાના ભાવ વધ્યા  

મુંબઈ, તા. 26 : સ્વાદિષ્ટ તથા ઔષધીય ગુણધર્મો ધરાવતા અલિબાગના સફેદ કાંદા વેચાણ માટે બજારમાં આવ્યાં છે. નાના આકારના કાંદાની માળ રૂા. 200  તો મોટા કાંદાની માળ  રૂા. 280માં વેચાય છે. તેથી ખેડૂતો ખુશ છે. અલિબાગ તાલુકામા નેહુલી, ખંડાળે, કાર્લે, તળવળી  જેવાં ગામોમાં સફેદ કાંદાનો પાક લેવામાં આવે છે. હવે અલિબાગ તાલુકા ઉપરાંત અન્ય ગામોમાં પણ આવા સફેદ કાંદાઓ ઉગાડવામાં આવી રહ્યા છે.  

રાયગઢ જિલ્લામાં ભાતની કાપણી બાદ જમીનમાં બે મહિના સુધી ભેજ રહેતો હોય છે. જેમાં કાંદા ઉગાડવામાં આવે છે. રાજ્યના અન્ય વિસ્તારો કરતાં પ્રદેશમાં ઉગનારા કાંદાનો સારો એવો ભાવ બજારમાં મળે છે. 

શરૂઆતના દિવસોમાં કાંદાની માળ રૂા. 350માં મળતી હતી, પરંતુ હવે બજારમાં આવક વધવાને કારણે એની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. હાલ અલિબાગ-પેણ રોડ પર પ્રકારના કાંદાનું વેચાણ થાય છે. કાંદામાં મિથાઇલ સલ્ફાઇડ અને એમીનો ઍસિડ જેવાં ઘટકો છે. જેને કારણે કોલસ્ટરોલ અંકુશમાં રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ