• શનિવાર, 13 એપ્રિલ, 2024

30 એપ્રિલ સુધી ઈશ્યુ કરાયેલા બિલ અૉફ લેડિંગ હેઠળ પીળા વટાણાની આયાત એમઆઈપી વગર કરી શકાશે

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે યલ્લો પીઝ (પીળા વટાણા) માટે 30 એપ્રિલ અથવા તે પહેલાં ઈસ્યૂ કરાયેલા બિલ અૉફ લેડિંગ (અથવા જહાજમાં ભરવામાં આવેલા માલ)ના તમામ કન્સાઈન્મેન્ટ્સને ઈમ્પોર્ટ મોનિટરિંગ સિસ્ટમ હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ પીળા વટાણાની આયાત  માટે પરવાનગી આપી છે. આમ, નોટિફિકેશન બાદ પીળા વટાણાની આયાત 31 માર્ચ 2024 સુધી એમઆઈપી (મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈસ) વગર કરી શકાશે. 1 એપ્રિલ 2024થી પીળા વટાણાની આયાત એમઆઈપી હેઠળ શરૂ થશે. 

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિરેક્ટર જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ઉક્ત ધોરણની પરિપૂર્તિ બાદ પીળા વટાણાની આયાત મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈસ (એમઆઈપી) અને પોર્ટની નિયમનકારી શરતો વગર કરી શકાશે. 

તમામ કન્સાઈન્મેન્ટ્સને ઈમ્પોર્ટ મોનિટરિંગ સિસ્ટમ હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા પછી 30 એપ્રિલ અથવા તે પહેલાની તારીખ માટે ઈસ્યૂ  કરવામાં આવેલા બિલ અૉફ લેડિંગ હેઠળ આયાતની પરવાનગી આપવામાં આવશે, એમ ડીજીએફટીએ જણાવ્યું છે. 

નાણાવર્ષના એપ્રિલથી ડિસેમ્બર ગાળા દરમિયાન દેશમાં પીળા વટાણાની આયાત 54.30 લાખ યુએસ ડૉલરની થઈ હતી, જે નાણાવર્ષ 2022-23  દરમિયાન 1.40 લાખ યુએસ ડાલરના મૂલ્યની થઈ હતી. 

કેન્દ્ર સરકારે તાજેતરમાં પીળા વટાણાની ડયૂટી ફ્રી આયાત વધુ એક માસ માટે લંબાવી હતી. અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલા એક નોટિફિકેશન મુજબ ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં સરકારે પીળા વટાણાની ડયૂટી ફ્રી આયાત માર્ચ 2024 સુધી જાહેર કરી હતી, મુદત વધુ એક મહિના માટે લંબાવીને એપ્રિલ 2024 સુધી કરવામાં આવી હતી. 

નવેમ્બર 2017માં પીળા વટાણાની આયાત ઉપર 50 ટકા ઈમ્પોર્ટ ડયૂટી લાગુ કરવામાં આવી હતી. પીળા વટાણાની આયાત ભારત દ્વારા મુખ્યત્વે કૅનેડા અને રશિયાથી કરવામાં આવે છે. વિશ્વમાં ભારત કઠોળનો સૌથી મોટો ઉત્પાદક  દેશ હોવાની સાથે સૌથી મોટો વપરાશકાર દેશ પણ હોવાથી કઠોળની જરૂરિયાતમાં થતી ઘટને પહોંચી વળવા તેની આયાત પણ કરવી પડે છે. દેશમાં મુખ્યત્વે મસૂર, ચણા, કાબુલી ચણા, અડદ અને તુવેરનો ભરપુર માત્રામાં ઉપયોગ થાય છે. 

આગામી સામાન્ય ચૂંટણીઓ સમયે કઠોળના ભાવને નિયંત્રણ હેઠલ રાખવાના હેતુથી પીળા વટાણાની આયાત ડયૂટીમાં માફીની મુદત વધારવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ