• રવિવાર, 14 એપ્રિલ, 2024

અમેરિકાના ફુગાવાના આંકડા પૂર્વે અથડાતું સોનું   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 29 : અમેરિકાના ફુગાવાના આંકડાઓની અસર ફેડની વ્યાજદરની આગળની નીતિ પર અસર પડવાની હોવાથી સૌ અત્યારે ફુગાવાની રાહ જોઇ રહ્યા છે. કારણે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઔંસદીઠ 20230 ડોલરના મથાળે ટૂંકી વધઘટે અથડાયો હતો. જ્યારે ચાંદીનો ભાવ 22.31 ડોલરના સ્તરે રનીંગ હતો. ખૂબ પાતળી વધઘટને લીધે બજારમાં ઉત્સાહ હતો. 

અમેરિકામાં પીસીઇ ઇન્ફ્લેશન ડેટાની જાહેરાત ગુરુવારે મોડેથી થવાની છે. વિષ્લેષકોના કહેવા પ્રમાણે ફુગાવાનો આંકડો અપેક્ષા કરતા થોડો ઉંચો આવવાની શક્યતા છે એટલે બજાર સોના માટે ઉજળી અપેક્ષા રાખતી નથી. ફુગાવો ઉંચે આવતા ફેડ વ્યાજદર કાપનો નિર્ણય લેવામાં વધુ સમય પસાર કરી શકે છે. કેટલીક ફેડના સત્તાવાળાઓ આવતીકાલે નિવેદનો આપવાના છે પણ ફુગાવાનું રટણ કરે તેમ છે. ફેડ 2 ટકાના ટારગેટ સુધી ફુગાવો પહોંચાડવા ઇચ્છે છે. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વ્યાજકાપના દરવાજા ખૂલવાના નથી. વર્ષના માસ હજુ પસાર થઇ જાય એવી શક્યતા છે. 

2024માં ત્રણ વખત 25 બેસીસ પોઇન્ટનો વ્યાજકાપ આવશે એવી ધારણા રાખવામાં આવી રહી છે. એક મહિના અગાઉ વર્ષમાં પાંચ ઘટાડા આવશે એવી ધારણા રાખવામાં આવતી હતી. વ્યાજદર ઓછાં કપાય તો રોકાણ પર અસર આવવાની ધારણા છે. 

જાણકારો કહે છેકે, ચાલુ મહિનામાં ભારતમાં ફિઝીકલ માગ વધી છે રીતે ચીનમાં પણ ખરીદી છે. સેન્ટ્રલ બેંકોની ખરીદી થોડી મી પડી છે. છતાં બજારને માગનો ટેકો સારો છે એટલે ભાવ 2000 ડોલર ઉપર ટકી રહ્યા છે. એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો જુલાઇ 2019 પછીની નબળી સ્થિતિમાં છે. રાજકોટની ઝવેરી બજારમાં શુધ્ધ સોનાનો ભાવ રૂ.50ના મામૂલી વધારામાં રૂ. 63800 અને મુંબઇમાં રૂ. 106 સુધરીને રૂ. 62241 હતો. ચાંદી રાજકોટમાં પ્રતિ કિલો રૂ. 700 ઘટી જતા રૂ. 69700 અને મુંબઇમાં રૂ. 31 ઘટીને રૂ. 69312 હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ