• રવિવાર, 14 એપ્રિલ, 2024

અદાણી ગ્રીન એનર્જી બૉન્ડ દ્વારા $ 40.9 કરોડનું ભંડોળ મેળવશે  

મુંબઈ, તા. 1 : અદાણી ગ્રીન એનર્જીએ તાજેતરમાં એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપની 18 વર્ષની ડોર-ટુ-ડોરની મુદત સાથે અમેરિકન  ડૉલર-ચલણના બોન્ડ્સ દ્વારા 40.9 કરોડનું ભંડોળ એકત્ર કરવા માગે છે. 

અગાઉ એક અહેવાલમાં જણાવાયું હતું કે અદાણી ગ્રીન એનર્જી માર્ચમાં ડૉલર બોન્ડ ઇસ્યૂ કરીને લગભગ 50 કરોડ ડૉલર એકત્ર કરવા માગે છે, જે એક વર્ષમાં વિદેશી બોન્ડ માર્કેટમાં પરત ફરનાર અદાણી જૂથની પ્રથમ કંપની બની છે. ઇસ્યૂ બજારની સ્થિતિને આધીન હશે અને બોન્ડની વેઈટેડ એવરેજ લાઈફ આશરે 12.7 વર્ષ હોઈ શકે છે, એમ કંપનીએ જણાવ્યું હતું. 

ઇસ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ 2024માં બાકી રહેલી 6.25 ટકા સિનિયર સુરક્ષિત નોટ્સના મૂલ્યના 50 કરોડ ડૉલરના પુન:ધિરાણ માટે કરવામાં આવશે જે 10 જૂન, 2019ના રોજ ઈસ્યુ કરાઈ હતી.  

ઈસ્યુઅરે બર્કલેઝ, ડીબીએસ બૅન્ક, ડોઇશ બૅન્ક, અમીરાત એનબીડી બૅન્ક, ફર્સ્ટ અબુ ધાબી બૅન્ક, આઈએનજી બૅન્ક, ઇન્ટેસા સાનપાઓલો, એમયુએફજી સિક્યોરિટીઝ એશિયા, એસએમબીસી નિક્કો સિક્યોરિટીઝ, સોસાયટી જનરલ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કને સંયુક્ત બુકરનર તરીકે નિયુક્ત કર્યા છે. એશિયા, મધ્ય પૂર્વ, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવક રોકાણકારોની માટિંગ 28 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ