• રવિવાર, 14 એપ્રિલ, 2024

આઈબીસીમાં સુધારા આવી રહ્યા છે : કરવેરાનો ક્રમ બૅન્કોનાં લેણાંની નીચે મુકાશે  

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : નાદારીની પ્રક્રિયા હાથ ધરતી વેળા કરવેરા વિભાગ ગીરવે મુકાયેલી અસ્ક્યામતો સામે લોન આપનાર બૅન્ક જેવી સરકારી એજન્સીઓને વસૂલી માટે ગૃહિત નહીં ધરે. કેન્દ્ર સરકાર ઈન્સોલ્વન્સી ઍન્ડ બૅક્રપ્સી કોડ (આઈબીસી)માં સંદર્ભે સુધારણા કરવાનું વિચારી રહી છે.

વિષય સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આઈબીસી ધારામાં સુધારણા કરી વાત સ્પષ્ટ કરશે કે આઈબીસીની પ્રક્રિયા દરમિયાન વેરા સત્તાવાળાઓ સિક્યોર્ડ ક્રેડિટર્સ (બાના સામે લોન આપનાર ધિરાણદારો) કરતાં ક્રમમાં નીચે આવે છે. કૉર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આઈબીસીમાં સુધારો ઈચ્છતી મહત્ત્વની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને સુધારણા વિશે ઈન્સોલ્વન્સી ઍન્ડ બૅક્રપ્સી બોર્ડ અૉફ ઈન્ડિયા (આઈબીબીઆઈ) સામે સલાહમસલત કરવામાં આવી છે.

આગામી એપ્રિલ અથવા મેમાં થનારી લોકસભાની ચૂંટણીઓ બાદ સૂચિત સુધારો સંસદમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. જોકે, કૉર્પોરેટ મંત્રાલય અને આઈબીબીઆઈ દ્વારા વિશે તેમની પ્રતિક્રિયા આપી નથી. સુધારા પાછળનો મુખ્ય હેતુ સરકારને ચૂકવવાના વેરા સહિતના કરજને આઈબીસીની પ્રક્રિયામાંથી બાદ કરી સિક્યોર્ડ ક્રેડિટર્સની વ્યાખ્યા બદલવાનો છે. દરખાસ્ત પ્રધાનોના આંતરીક જૂથ સમક્ષ વિચારવિમર્શ માટે રજૂ થઈ છે.

અત્યારે આઈબીસીના ધોરણ મુજબ કરજની ચુકવણી સૌથી પહેલાં કરજમાં ડૂબેલી કંપનીઓના કર્મચારીના વેતન તરીકે અને મુખ્ય ધિરાણકારને કરવાની રહે છે. નાદારીમાંથી કંપનીને ઉગારવા માટે સૌપ્રથમ ઉક્ત પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તે પછી અન્ય કર્મચારીઓને વેતન, બાના વગર અપાયેલા કરજના ધિરાણદારોને અને સરકારના કરજને ચૂકવવાની પ્રણાલી છે.જોકે, સંદર્ભે વિરોધાભાસી અદાલતી ચુકાદાઓ આવતાં સંબંધિત પક્ષકારોનાં મનમાં અનેક મૂંઝવણો નિર્માણ થાય છે.

વર્ષ 2016માં આઈબીસીની રચના સમયે સિક્યોર્ડ ક્રેડિટર્સની નીચે ઓવરિન ડેટને પ્રાધાન્યતા આપવામાં આવી હતી.હવે જો સરકારી એજન્સી બૅન્કની જેમ કોલેટરલ લોન પ્રદાન કરે તો તેને સિક્યોર્ડ ક્રેડિટર્સ (અસ્ક્યામત ગીરવે મૂકીને  લોન આપતા ધિરાણદારો)ની જેમ ગૃહિત ધરવાની વાત સૂચિત દરખાસ્તમાં છે.ગીરવે મુકાયેલી અસ્ક્યામતો સામે ધિરાણકર્તા (સિક્યોર્ડ ક્રેડિટર) તરીકે સરકારી કંપની અથવા બૅન્કને માન્યતા મળે તો તે નાદારી તરફ ધસી જતી કંપનીને ઉગારવામાં લાભકર્તા સાબિત થશે, એમ આઈબીસી લૉ ફર્મના પાર્ટનર અનુપ રાવતે જણાવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ