• શનિવાર, 13 એપ્રિલ, 2024

કેસર કેરીનો પાક ઘટવાની શક્યતા  

અમારા પ્રતિનિધિ તરફથી  

રાજકોટ, તા. 1 : કેસર કેરીની બેશૂમાર આવકને લીધે ભાવ તળિયે પહોંચી જતા ગઇ સિઝનમાં સ્વાદ શોખીનોને મજા પડી ગઇ હતી. પરંતુ વખતે સિઝન મોડી અને ફિક્કી રહેવાની સંભાવના છે. વાતાવરણમાં થયેલા ફેરફારોને લીધે સોરઠ વિસ્તારમાં અને અમરેલી પંથકમાં જ્યાં કેરી મહત્તમ પાકે છે ત્યાં પાક 40-50 ટકા કપાશે એવી સંભાવના છે. વળી, તાલાલા મેંગો માર્કેટમાં કેરીની હરાજી પણ વખતે મોડી થાય એમ છે કદાચ આખો એપ્રિલ કે એપ્રિલના 20-25 દિવસ રાહ જોવાની આવે તેવા સંકેત મળ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ