• રવિવાર, 14 એપ્રિલ, 2024

એપ્રિલમાં મિડકૅપ અને સ્મોલકૅપ શૅર્સમાં નવેસરથી તેજીના સંજોગ  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : સ્થાનિક શૅરબજારમાં કરેક્શનનો દોર ચાલી રહ્યો હોવા છતાં નિફ્ટીના સ્મોલકૅપ 100 અને મિડકૅપ 100 ઈન્ડેક્સિસના શૅરો ભારે વેચવાલી સામે જોરદાર ટક્કર આપી રહ્યા છે. નવેમ્બર 2023 અને જાન્યુઆરી 2024 દરમિયાન બંને ઈન્ડેક્સમાં અનુક્રમે 27 ટકા અને 25 ટકાની રૅલી જોવા મળી હતી. તે પછી પાછલા બે માસમાં બંને ઈન્ડેક્સના શૅરોમાં તેજીએ પોરો ખાધો છે. જોકે, બંને સૂચકાંકોમાં એપ્રિલથી નવેસરથી તેજી આવી શકે, એમ સેમકો વેન્ચર્સના સીઈઓ જિમીત મોદીએ તેમની સાપ્તાહિક સમીક્ષામાં જણાવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ