• રવિવાર, 14 એપ્રિલ, 2024

સોનામાં તેજીનો નવો વિક્રમ સર્જાયો  

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 1 : સોનાના ભાવમાં નવો રેકોર્ડ સર્જાયો છે. પાછલા શુક્રવારે વૈશ્વિક બજારમાં ભારેખમ તેજી પછી સોમવારે તેજી આગળ ધપતા 2266 ડોલરનો નવો ભાવ બન્યા પછી સાંજે 2249 ડોલરનો ભાવ ચાલી રહ્યો હતો. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધતા ધરાવતા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 700ના ઉછાળામાં રૂ. 68700 અને મુંબઇમાં રૂ. 1411 વધીને રૂ. 68663 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 500ના ઉછાળામાં રૂ. 73500 હતી. મુંબઇમાં રૂ. 984ની તેજીમાં રૂ. 75111 હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ