• રવિવાર, 14 એપ્રિલ, 2024

ડૉલરનું મૂલ્ય વધવા છતાં સોનામાં તેજી   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 2 : વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે વધઘટ સંકડાઇ ગઇ છે પણ સોનાનો ભાવ રોજ નવું ટોપ જરૂર બનાવી રહ્યો છે. મંગળવારે ન્યૂયોર્ક સોનું 2267 ડોલરના નવા શિખરે પહોંચ્યા પછી સાંજે 2258 ડોલરના મથાળે રનીંગ હતુ. અમેરિકી ડોલરમાં મજબૂતીને લીધે તેજી થોડી અટકી ગઇ છે પણ અમેરિકા જૂનમાં વ્યાજકાપ મૂકશે બાબતે સટ્ટો ચાલુ છે. જોકે સોનાની તેજીને ભૂરાજાકિય કારણોથી વધારે હૂંફ મળી રહી છે. સોનામાં રિટેઇલ ખરીદનારા અને મધ્યસ્થ બેંકોની માગ સારી છે. રશિયા અને યુક્રેન તથા સમુદ્રમાં માલવાહક જહાજો પર થતા હુમલાઓનો તનાવ વધ્યો છે એટલે પણ સોનાની ખરીદી વધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ