• બુધવાર, 17 એપ્રિલ, 2024

અદાણી ગ્રુપની કંપનીઓના શૅરના ભાવ 13 ટકા જેટલા વધ્યા  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 23 : અદાણી એન્ટરપ્રાઇસીસના શૅરનો ભાવ આજે 13.19 ટકા વધીને રૂા. 2632.25 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 2736.15ના સ્તરે પહોંચ્યો હતો. માર્કેટકૅપ રૂા. 3,00,076 કરોડ રહ્યું હતું. અદાણી પાવરનો ભાવ આજે પાંચ ટકા વધીને રૂા. 260.40 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 260.40ના સ્તરે પહોંચ્યો હતો. માર્કેટકૅપ રૂા. 1,00,434 કરોડ રહ્યું હતું.

અદાણી પોર્ટ્સનો ભાવ 0.53 ટકા વધીને રૂા. 733.55 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 785.95ના લેવલે પહોંચ્યો હતો. માર્કેટકૅપ રૂા. 1,58,456 કરોડ રહ્યું હતું. અદાણી ગ્રીન એનર્જીનો ભાવ પાંચ ટકા વધીને રૂા. 989.50 બંધ રહ્યો હતો. માર્કેટકૅપ રૂા. 1,56,740 કરોડ રહ્યું હતું. અદાણી વિલ્મરનો ભાવ 9.99 ટકા વધીને રૂા. 488.80 બંધ રહ્યો હતો. માર્કેટકૅપ રૂા. 63,528 કરોડ રહ્યું હતું.

અદાણી ટોટલ ગૅસનો ભાવ પાંચ ટકા વધીને રૂા. 757.40 બંધ રહ્યો હતો. માર્કેટકૅપ રૂા. 83,299 કરોડ રહ્યું છે. અદાણી ટ્રાન્સમિશનનો ભાવ પાંચ ટકા વધીને રૂા. 866.60 બંધ રહ્યો હતો. માર્કેટકૅપ રૂા. 96,668 કરોડ રહ્યું છે.એસીસીનો ભાવ 0.25 ટકા વધીને રૂા. 1819.30 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 1866.95ના સ્તરે પહોંચ્યો હતો. માર્કેટકૅપ રૂા. 14,690 કરોડ રહ્યું હતું. અમ્બુજા સિમેન્ટ્સનો ભાવ 0.90 ટકા વધીને રૂા. 427.40 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 440.90ના લેવલે પહોંચ્યો હતો.

એનડી ટીવીનો ભાવ 4.99 ટકા વધીને રૂા. 195.75 બંધ રહ્યો હતો. માર્કેટકૅપ રૂા. 1262.03 કરોડ રહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક