• રવિવાર, 19 મે, 2024

મલેશિયન પામતેલ વાયદામાં તીવ્ર કડાકો   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.30 : મલેશિયામાં પામતેલના ભાવમાં કડાકો સર્જાયો હતો. એપ્રિલ ડિલિવરીનો વાયદો 106 રીંગીટ તૂટી પડતા 3842ના સ્તરે બંધ થયો હતો. વાયદા બજારમાં 2.68 ટકાનો જબરો કડાકો હતો. સાઇડતેલોમાં ઘણા લાંબા સમયથી મંદી છે એની અસરે પામતેલમાં ભારે વેચવાલી નીકળી હતી, બીજી તરફ મલેશિયાના ચલણ રીંગીટમાં પણ તેજી આવવાને લીધે નફાબાકિંગ હતુ. ઉલ્લેખનીય છેકે ગયા સપ્તાહમાં પામતેલના વાયદામાં તેજી થઇ હતી. પછી બે દિવસથી વાયદા તૂટતા જાય છે. ડાલિયાન કોમોડિટી એક્સચેંજ પર સક્રિય સોયાતેલનો વાયદોપણ 3.8 ટકા જેટલો ઘ્યો હતો. એક વર્ષનો સૌથી મોટો એકદિવસિય ઘટાડો હતો. ચીન અને આર્જેન્ટિના દ્વારા માગમાં ઘટાડો થયો છે. શિકાગો સોયાતેલમાં પણ નરમઇ હતી.  

એલએસઇજી એગ્રી રિસર્ચના કહેવા પ્રમાણે પામતેલના વાયદામાં ચાલુ સપ્તાહે ઘટાડો થશે કારણકે ચીન અને ભારત જેવા મહત્વના દેશોની માગ ઘટી ગઇ છે. કંડલા બંદરે પામતેલનો હાજર ભાવ આગલા દિવસ કરતા રૂ.7 ઘટી જતા રૂ. 818-820ના મથાળે હતો. સોયાતેલ રૂ. 15 ઘટીને રૂ. 865-870 હતો. 

સૌરાષ્ટ્રમાં સીંગતેલનો ભાવ ગઇકાલથી રૂ. 25 વધારીને રૂ. 1475 વાળો રૂ. 1500 મિલરો બોલતા હતા. જોકે માત્ર છાપાછાપીનો ભાવ હતો. બજારનો આંતરપ્રવાહ વિદેશી બજાર ઢીલી હોવાને લીધે સુસ્ત જણાતો હતો. સીંગતેલમાં આશરે 9થી 10 ટેન્કરના કામકાજ થયા હતા. ધોરાજી-ઉપલેટા લાઇનમાં તેલિયાનો ભાવ રૂ. 2315-2316 હતો. જ્યારે ખોળમાં રૂ. 34500 રહ્યા હતા. 

કપાસિયા વોશમાં રૂ. 800-805નો ભાવ જળવાઇ રહ્યો હતો. વોશમાં 8થી 10 ટેન્કરના કામકાજ થયા હતા. પામતેલની મંદીની અસરે કપાસિયા વોશ અને સીંગતેલ બજાર ઢીલી છે. જોકે મંગળવારે ડબાના ભાવમાં કોઇ ફેરફાર થયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક