રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગૌરવશાળી પ્રવાસનાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આપણા દેશના ઇતિહાસ પર નજર નાખીએ તો સેંકડો વર્ષોની ગુલામી અને આક્રમણ દરમિયાન ભારતની સામાજિક વ્યવસ્થા નષ્ટ કરવાના સતત ક્રૂર પ્રયાસ થયા, પણ ભારતની ઓળખ કદી ભૂંસાઈ નહીં, તેની જ્યોત જ્વલિત જ રહી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક મહાન વટવૃક્ષની જેમ વિશ્વ સમક્ષ છે. આ એક સામાન્ય વૃક્ષ નહીં, ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવૃક્ષ છે. એવા શબ્દોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે ગૌરવ વ્યક્ત કરે છે.
વડા
પ્રધાન મોદીએ કરેલા વિધાનનો અર્થ સમજવા માટે સંઘની કાર્યપદ્ધતિ તેમ જ તેના વિસ્તારનો જાયજો લેવો આવશ્યક છે. વટવૃક્ષ પ્રચંડ હોવાના કારણે તેનાં મૂળિયાં અનેક વર્ષો ટકી રહ્યાં છે. સંઘ પણ આવી જ રીતે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક દશકાઓથી કાર્યરત છે. સંઘ ફક્ત એક સંગઠન નથી, અનેક શાખાઓ દ્વારા સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક હાથ ધર્યા છે. શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, સેવા પ્રકલ્પ અને ઈમર્જન્સી મૅનેજમેન્ટમાં સંઘનો અમૂલ્ય ફાળો છે. વિવિધ સમાન વિચારી સંગઠનોને એક કરીને સંઘે એક વ્યાપક પરિવાર તૈયાર કર્યો છે.
આ
વટવૃક્ષ ફક્ત પરિવારના સભ્યો માટે જ નહીં, પણ સંપૂર્ણ સમાજ માટે આશ્રય આપનાર તેમ જ માર્ગદર્શન કરનાર છે તેમ જ સમય અનુસાર બદલાઈને વિકસિત થતું ગયું છે. સંઘની શક્તિ તેના વિચારોમાં, શિસ્તબદ્ધ કાર્યપદ્ધતિ સમાજમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવી છે. મોદીનું વિધાન ફક્ત સંઘના ભૂતકાળના યોગદાનથી સંબંધિત નથી, ભવિષ્યની ભૂમિકાનું સંકેત આપનારું પણ છે. ભવિષ્યમાં આ વટવૃક્ષ અધિક વિસ્તરશે અને સમાજ માટે ઉપયુક્ત ઠરશે, એવો વિશ્વાસ એમણે વ્યક્ત કર્યો છે.
સંઘની
કાર્ય પદ્ધતિમાં શિસ્તને અને સેવાભાવની વૃત્તિને ખૂબ મહત્ત્વ અપાય છે. સંઘના આદ્ય સરસંચાલક અને સ્થાપક ડૉ. કેશવ હેડગેવારને લાગતું હતું કે, સમાજમાં દરેક વ્યક્તિએ રાષ્ટ્રહિત માટે યોગદાન આપવું જોઈએ. એટલે જ એમણે સ્વયંસેવકોને ફક્ત વિચારસરણીના પાઠ નહીં ભણાવતાં પ્રત્યક્ષ કાર્યવાહી પર ભાર મૂક્યો હતો. ઈમર્જન્સી મૅનેજમેન્ટ, કોમી એખલાસ અને સાંસ્કૃતિક પુનરોત્થાન માટે સંઘ કાર્યકર્તાઓને પ્રેરિત કર્યા.
રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘનું કાર્ય ફક્ત શાખા પૂરતું મર્યાદિત નહીં પણ સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલું છે. શિક્ષણ, સેવા, રાષ્ટ્રવાદ, ગ્રામીણ વિકાસ અને સંસ્કૃતિના રક્ષણમાં સંઘે પોતાની અલગ ઓળખ ઊભી કરીને જળકમળવત છે. સંપૂર્ણ ભારતીય સમાજમાં સકારાત્મક પરિવર્તન થશે. સ્થાપનાથી લઈ આ જ સુધી સંઘે ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા અને એકતા ટકાવવા માટે અનેક વર્ષો મહેનત કરી છે. સંઘના કાર્યકર્તાઓએ વિવિધ સાધનોથી સામાજિક સાક્ષરતાથી લઈ કાર્યશાળા અને શિબિરો આયોજિત કરીને દેશના વિકાસ માટે તપશ્ચર્યા કરી છે. સંઘનું કાર્ય રાષ્ટ્રીય એકતા પર ભાર મૂકનારું છે. સંઘનો ભાજપ પરનો પ્રભાવ મહત્ત્વનો હોવાથી મોદી સરકારે સંઘની વિચારધારાને પ્રાધાન્ય આપ્યું છે. આજના રાજકારણમાં સંઘની ભૂમિકા અધિક મહત્ત્વની ઠરે છે. સંઘની કાર્ય કુશળતાને લઈ દેશના વિકાસ બાબત સકારાત્મક દૃષ્ટિકોણ તૈયાર થયો છે. રાષ્ટ્રવિરોધી તત્ત્વો સંઘની ટીકા કરે છે તેની પાછળ સત્તાનું રાજકારણ છે પણ હવે જનતા સેવા અને સત્તાનો ભેદ સમજે છે. સંઘની તપશ્ચર્યા સમાજ અને રાજકારણ પર ભારે પ્રભાવ ધરાવે છે તે વિષે બેમત નથી.