કૉંગ્રેસનાં માજી અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ``સરકારે ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રની જે `હત્યા' ચલાવી છે તે'' અટકાવવાનું આહ્વાન કર્યું છે. તેમનો નિર્દેશ મુખ્યત્વે શિક્ષણ ક્ષેત્રના ઇતિહાસ પર હતો. સોનિયા ગાંધી પત્ર લખે એમાં કઈ નવું નથી. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી કૉંગ્રેસે શૈક્ષણિક ક્ષેત્રમાં ભૂલભરેલો ઇતિહાસ શીખડાવવાનો જે ગુનો કર્યો છે, તેમાં મોદી સરકારની નવી શૈક્ષણિક નીતિએ આમૂલાગ્ર સુધારણા કરી હોય, ભારતના દેદીપ્યમાન ઇતિહાસને ફરી એક વેળા યોગ્ય સ્થાન આપ્યું છે તેમ જ પ્રાથમિક સ્તર પર માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ કરીને નાનાં બાળકોના મૂળ ભારતીય માટીથી ઘડવાની શરૂઆત કરી છે. આ બધી બાબતો ડાબેરી ઇકોસિસ્ટમનાં નેતા સોનિયા ગાંધીને કેવી રીતે સ્વીકાર્ય હોય?
મોદી
સરકારે શિક્ષણ ક્ષેત્રની હત્યા ચલાવી નથી પણ કૉંગ્રેસે હત્યા કરેલા ઇતિહાસને સંજીવની મંત્રથી પુનર્જીવિત કરવાની નીતિ હાથ ધરી છે. સ્વાતંત્ર્ય મળ્યા પછી ખરી રીતે તો અગાઉની વિદેશી સરકારની નીતિઓ અને પ્રણાલીને તત્કાળ રદ કરવાની જરૂર હતી. 1857 પછી બ્રિટિશ સત્તા ભારતમાં સ્થિર થઈ ત્યારે ભારતમાં 72 હજાર ગુરુકુળ હતાં અને લાખો વિદ્યાર્થીઓ તેમાં શિક્ષણ લેતા હતા પણ મેકોલે નામના અંગ્રેજ અધિકારીએ ભારતનું ખરું શક્તિસ્થાન આ ગુરુકુળો અને શિક્ષણપદ્ધતિ છે તે જાણીને તેને ખતમ કરવાની શરૂઆત કરી. ભારતીયોને અંગ્રેજો કરતાં સાંસ્કૃતિક દૃષ્ટિએ કનિષ્ઠ કે હલકા ઠેરવ્યા સિવાય બ્રિટિશરો સત્તા સ્થિર નહીં રાખી શકે એ પણ મેકોલેએ સ્વીકારીને ગુરુકુળ શિક્ષણપદ્ધતિ રદ કરીને બ્રિટિશ શાળા શિક્ષણપદ્ધતિ લાગુ કરી હતી.
અંગ્રેજ
સરકારને આદેશ પાળનારા કારકુન અને ગુલામ જોઈતા હતા, બુદ્ધિમાન અને પ્રતિભાશાળી ભારતીયો નહીં, ભારતમાં અંગ્રેજ રાજવહીવટ અને પહેલાંના વિદેશી રાજવહીવટની અનિવાર્યતાનો ઇતિહાસ શીખવવામાં આવ્યો. વિદ્યાર્થીઓની બધી કલ્પનાશક્તિ કચડી નાખવામાં આવી અને તેઓને ખોટો ઇતિહાસ ભણાવવામાં આવ્યો. કમનસીબે આ શિક્ષણપદ્ધતિ ભારતીય નેતાઓએ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી પણ ચાલુ રાખી.
મૌલાના
અબુલ કલામ આઝાદને સ્વાતંત્ર્ય ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન બનાવવામાં આવ્યા. કલામની કટ્ટર ઇસ્લામી માનસિકતાએ ઇતિહાસના પુસ્તકમાં મોગલ સલ્તનતનો જયજયકાર કર્યો અને ભારતને શક્તિશાળી અને `સોને કી ચિડિયા' બનાવનારા બધા રાજા-મહારાજાઓનો ઇતિહાસ પુસ્તકોમાંથી લુપ્ત અથવા વિકૃત કર્યો. આ પછીનાં પણ 50 વર્ષ દેશના શિક્ષણપ્રધાનપદ પર એવા જ નેતાઓની જ નિમણૂક કરવામાં આવી. પુપુલ જયકર, ઇરફાન હબીબ જેવા ડાબેરી વિચારસરણીના કહેવાતા ઇતિહાસકારોને આગળ કરવામાં આવ્યા તેને લઈ ખરા ભારતની અને તેના પ્રાચીન ઇતિહાસની ખરી ઓળખ ભૂંસી નાખવામાં આવી.
આજે
ઔરંગઝેબનું મહિમામંડન કરવામાં આવે છે તે ઇતિહાસ સડેલા અને વિકૃત દૃષ્ટિકોણનું પ્રથમ પરિણામ છે. સોનિયા ગાંધીમાં ઇતિહાસનું, તેમાં પણ ભારતના પ્રદીર્ઘ ઇતિહાસનું ઊંડું જ્ઞાન અને વ્યાપક આકલન કરવાની ક્ષમતા જ નથી. તેઓને મોદી સરકારના નવી શૈક્ષણિક નીતિમાં પોતાના સ્વપ્નાની હત્યા જ થતી દેખાતી હોવી જોઈએ!