• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

કોમી એખલાસની ચિંતા

ઔરંગઝેબની કબરના મુદ્દા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ફરી આંદોલનકારોના કાન આમળ્યા છે. સંઘના માજી સહકાર્યવાહ ભય્યાજી જોશીએ કબરનો મુદ્દો નાહક ઉખેળવામાં આવ્યો હોવાનું કહી જેમને શ્રદ્ધા હોય તે લોકો કબર જોવા જશે, એમ જણાવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું કથન પણ આવકારપાત્ર છે કે આપણને ઔરંગઝેબની કબર ગમે કે નહીં પણ કબર કાયદા હેઠળ સુરક્ષિત છે. ટિપ્પણ આશ્વાસનનો સંકેત છે કે મોગલ બાદશાહની કબર હટાવવામાં નહીં આવે!

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં કબરને લઈ જે વિવાદની સ્થિતિ જણાય છે અને નાગપુરમાં હિંસા ભડકી તે ચિંતાજનક છે. ઔરંગઝેબને લઈ ભારતીય સમાજમાં મતભેદ કોઈ નવા નથી. ઔરંગઝેબની નીતિઓથી લઘુમતીઓને પ્રેમ-આદર નથી અને બહુમતીઓ પણ તેનાથી નફરત કરે છે. અહીં સમજદારીની આવશ્યક્તા છે. પહેલાંના સમાજમાં કે મધ્ય યુગના સમાજમાં શાસકો દ્વારા ભયંકર હિંસા થતી હતી, રાજા હોય કે બાદશાહ, મનમાની થોપવા કે માનવાધિકાર હનનના પ્રકરણ નોંધાયા છે.

ઔરંગઝેબ વિરુદ્ધ પણ ફક્ત ફરિયાદ, પરંતુ રોષ ભારતમાં નવો નથી. બેશક આજે સ્વતંત્ર અને લોકતાંત્રિક ભારતમાં મધ્યયુગનો કોઈ બાદશાહ આદર્શ હોઈ શકે. વાસ્તવમાં ઇતિહાસ ભાવનાઓમાં વહી જવાનો વિષય નથી, પરંતુ સમજદારીની માગ કરતો વિષય છે. સમજદારીથી કોઈપણ વિષય પર હઠાગ્રહ કરવામાં આવે અને બહુમતીના અભિપ્રાયને પણ જોવામાં આવે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે અમે કોઈને પણ ઔરંગઝેબનું મહિમામંડન કરવાની અનુમતિ નહીં આપીએ, તે ચોંકાવનારું નહીં હોવું જોઈએ. કોઈ બાદશાહ ભલે મહિમામંડન લાયક હોય, પણ તેના સ્મારકને જાળવવા અને તેમાંથી સબક લેવામાં કંઈ ખોટું નથી.

આરબ દુનિયા જોઈએ તો જે દેશ મધ્યયુગની બર્બરતામાં પાછા ફર્યા છે. તેઓ આજે અમન ચેનની તલાશમાં પરેશાન છે. બર્બરતા છોડીને આગળ વધી રહેલું સંયુક્ત આરબ અમીરાત આજે દુનિયામાં દરેક દૃષ્ટિએ આદર્શ બનીને ઊભું છે. દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળું ઇન્ડોનેશિયા પણ સદ્ભાવની એક ઉમદા મશાલ છે, ઇતિહાસ પ્રતિ તેની સમજદારીના કારણે નફરતની આંધીથી બચાવી રાખ્યું છે. આપણે પણ સમજદારીથી તમામ શક્તિ વિકાસ માટે કેન્દ્રિત કરવી જોઈએ. માટે સંઘનો સંદેશ સ્પષ્ટ છે ત્યારે આપણે વિકસિત રાષ્ટ્રના સ્વપ્નને જલદી સાકાર કરી શકીશું

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ