• રવિવાર, 14 એપ્રિલ, 2024

15 એપ્રિલથી કોલ ફોર્વર્ડિંગ સર્વિસ બંધ  

અૉનલાઈન છેતરપિંડી રોકવા માટે ટેલિકૉમ વિભાગનો નિર્ણય

નવી દિલ્હી, તા. 2 : દેશમાં ઓનલાઈન છેતરપિંડીનું પ્રમાણ બેહદ વધી રહ્યું છે પણ હવે સરકારે તેની સામે પહોંચી વળવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. ટેલિકોમ વિભાગે એરટેલ અને જીયો સહિત તમામ ટેલીકોમ કંપનીઓને યુએસએસડી કોડનો ઉપયોગ કરીને કોલ ફોર્વર્ડિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આદેશાનુસાર 1 એપ્રિલ 2024 બાદ લોકોનાં સ્માર્ટફોનમાં કોલ ફોર્વર્ડિંગની સવલત બંધ થઈ જશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ