• ગુરુવાર, 02 મે, 2024

એનસીડેક્સ ખાતે મગફળી તથા ઇસબગૂલના ભાવમાં ઘટાડો

મુંબઇ, તા. 23 : હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં આજે વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે આજે મગફળીનાં  વાયદામાં  35 ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં 3 ટનના વેપાર થયા હતા. ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન ક?ષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. .            

 ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર 120 કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર 241 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. 

એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા મગફળી, ઇસબગુલ, કપાસ, તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, ગુવાર સીડ,  જીરૂ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.  આજે એરંડાના ભાવ 5727 રૂપિયા ખુલી 5713  રૂપિયા, દિવેલનાં ભાવ 1168 રૂપિયા ખુલી 1168 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 2542 રૂપિયા ખુલી 2528 રૂપિયા, ધાણા 6470 રૂપિયા ખુલી 6396 રૂપિયા, મગફળીનાં ભાવ 7020 રૂપિયા ખુલી 6955 રૂપિયા ગુવાર સીડનાં ભાવ 5410 રૂપિયા ખુલી 5427 રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ 10520  રૂપિયા ખુલી 10582 રૂપિયા, ઇસબગુલનાં ભાવ 25650 રૂપિયા ખુલી 25650 રૂપિયા,  જીરાનાં ભાવ 54900 રૂપિયા ખુલી 54940 રૂપિયા,  કપાસનાં ભાવ 1492.00 રૂપિયા ખુલી 1488.00 રૂપિયા, સ્ટીલના ભાવ 46150 ખુલી 46420 રૂપિયા અને હળદરનાં ભાવ 9402  રૂપિયા ખુલી 9316 રૂપિયા બંધ રહ્યા હતા.  

એરંડાનાં વાયદામાં કુલ 5395 ટન, કપાસિયા ખોળમાં 30010 ટન, ધાણામાં 7610 ટન, ગુવાર ગમમાં 11300 ટન, ગુવાર સીડમા 21695 ટન, મગફળીમાં 35 ટન, ઈસબગુલમાં 3 ટન, જીરામાં 4416 ટન, કપાસનાં વાયદામાં 242 ગાડી, સ્ટીલમાં 1030 ટન તથા હળદરનાં વાયદામાં 7620 ટનનાં કારોબાર થયા હતા. 

એરંડામાં 31 કરોડ, કપાસિયા ખોળમાં 76 કરોડ, ધાણામાં 49 કરોડ, ગુવાર ગમમાં 120 કરોડ ગુવાર સીડમાં 118 કરોડ, મગફળીમાં 1 કરોડ, ઇસબગુલમાં 1 કરોડ, જીરામાં 241 કરોડ, કપાસમાં 7 કરોડ, સ્ટીલમાં 5 કરોડ તથા હળદરનાં વાયદામાં 71 કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. દિવસનાં કારોબારને અંતે કુલ 11043 સોદામાં કુલ 717 કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા.