• ગુરુવાર, 02 મે, 2024

જરાંગે ભૂખહડતાળ પાછી ખેંચી શકે છે, પણ આંદોલન ચાલુ રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : મરાઠા અનામત માટે લડત ચલાવી રહેલા કાર્યકર મનોજ જરાંગેએ આજે જણાવ્યું છે કે તેઓ બેમુદત ભૂખહડતાળ પાછી ખેંચવા તૈયાર છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર જ્યાં સુધી મરાઠવાડામાંના મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ આપવાની શરૂઆત નહીં કરે ત્યાં સુધી આંદોલન કરવામાં આવી રહ્યું છે તે જગ્યા નહીં છોડે. મરાઠાઓને આરક્ષણ આપવા અંગે રાજ્ય દ્વારા નિયુક્ત સમિતિને અહેવાલ આપે તે માટે હું મહારાષ્ટ્ર સરકારને એક માસનો સમય આપું છું, એમ તેમણે ઉમેર્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક સમિતિ સ્થાપી છે. તે સમિતિ હૈદરાબાદ જઈને જૂના દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી એક માસમાં અહેવાલ આપવાની છે.

મનોજ જરાંગેની પાંચ શરતો કઈ છે?

મનોજ જરાંગેએ રાજ્ય સરકાર સમક્ષ પાંચ શરતો મૂકી છે. (1) સમિતિનો અહેવાલ ગમે તે હોય, પરંતુ મરાઠાઓને ત્રીજા દિવસે પત્રનું વિતરણ થવું જોઈએ. (2) મહારાષ્ટ્રમાં આંદોલન અંગેના બધા ગુના પાછા ખેંચાવા જોઈએ. (3) લાઠીમાર કરનારા પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થવા જોઈએ. (4) ઉપવાસ પૂર્ણ કરાય તે સમયે મુખ્ય પ્રધાન બે નાયબ મુખ્ય પ્રધાન, બધા પ્રધાનો અને છત્રપતિ સંભાજીરાજે ભોસલેએ હાજરી આપવી. (5) રાજ્ય સરકારે બધી ખાતરી લેખિતમાં આપવી.

સર્વપક્ષીય બેઠકમાં શું નક્કી થયું?

ગઈકાલે રાત્રે<