મહારાષ્ટ્રમાં કૉંગ્રેસનું સ્થાન હવે છેલ્લી-પાછળની પાટલી ઉપર છે - હશે એવું માનવાને કારણ છે. ઠાકરેબંધુઓ ભેગા થયા પછી મુંબઈ અને અન્ય સુધરાઈઓમાં મરાઠી ભાષા અને મરાઠી અસ્મિતા ચૂંટણીના કેન્દ્રમાં હશે. ઉમેદવારોની પસંદગીમાં પણ આ ‘િનયમ’ હશે. આખરે કૉંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા નહીં, પણ બતાવવા માટે અલગ ઉમેદવારો ઊભા રાખશે. આ વ્યવસ્થા, સુધરાઈ પછી વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં પણ યથાવત્ રહેશે એમ કહી શકાય. અલબત્ત-સુધરાઈઓની ચૂંટણીનાં પરિણામ ઉપર ઘણો નહીં, બધો આધાર હશે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસના ભાગે કેટલા ઉમેદવાર
અને પછી જીતેલી બેઠકો આવે છે તે જોવાનું છે. ચૂંટણીની તૈયારી હજુ શરૂ થઈ નથી ત્યાં
યાદવાસ્થળી શરૂ થઈ ગઈ છે. જૂથબંધીના કારણે કૉંગ્રેસીઓ છૂટા હાથની મારામારીમાં ઊતરી
આવ્યા છે - પણ કૉંગ્રેસના પ્રાદેશિક નેતાઓ તમાશા જોતા રહે છે!
આવા વાતાવરણમાં કેરળથી ચૂંટાયેલા કૉંગ્રેસી સંસદસભ્ય શશી
થરૂરે ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીની સખત શબ્દોમાં ટીકા કરી છે - સંજય ગાંધીની દખલગીરી
અને અત્યાચાર ગણાવીને વર્તમાન રાજકીય વાતાવરણ સામે પણ લાલ બત્તી ધરી છે. અમલદારશાહી
ઉપર વધુ વિશ્વાસ અને એકહથ્થું સત્તાની ટીકા કરી છે. સત્તાનું કેન્દ્રીયકરણ અને અસહમતીને
ગેરવફાદારી ગણીને ઈમર્જન્સી આવી હતી એમ તેઓ જણાવે છે!