મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના જળગાંવમાં સવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમરાવતી એક્સ્પ્રેસ સાથે અનાજથી ભરેલો એક ટ્રક અથડાયો હતો. એક્સ્પ્રેસ જળગાંવના બોદવડ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે જૂના રેલવે દરવાજાથી એક ટ્રક સીધી એન્જિન સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી....