• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

વિપક્ષ સાથે રાહતદાયક સમજૂતી

મતદાર યાદીની ફેરતપાસ, ચકાસણીના મુદ્દે સંસદમાં સર્જાયેલા ગતિરોધનું સમાધાન થવાથી શીતકાલીન સત્ર નિષ્ફળ જવાની હવે ચિંતા નથી. સરકાર પણ મતદાર યાદીના પ્રશ્ને ચર્ચા કરવા તૈયાર હતી પણ સમયપત્રકનો સવાલ હતો. વંદે માતરમનાં 150 વર્ષની નોંધ લઈને સંસદમાં ઊજવી શકાય તે વિષયને પ્રાધાન્ય મળવું જોઈએ અને બીજા દિવસે મતદાર યાદીની ચર્ચા ‘વ્યાપક ચૂંટણી સુધારાઅંતર્ગત થઈ શકશે. એ બાબત વિપક્ષ સાથે સમજૂતી રાહતદાયક છે.

મતદાર યાદીની ફેરતપાસના મૂળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનાં નામ મતદાર યાદીમાંથી બાકાત કરવાનો મુદ્દો છે. વિરોધ પક્ષોને ‘વોટ બૅન્કની ચિંતા હતી - અને છે તેથી વિરોધ શરૂ થયો છે. આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેંચ સમક્ષ ઘૂસણખોરોની ‘તપાસકરવાનો મુદ્દો આવ્યો ત્યારે કોર્ટે સાફ કહ્યું છે કે ઘૂસણખોરો અને ગેરકાયદે વસાહતીઓના કોઈ અધિકાર નથી. વર્ષ 2005માં પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘આસામ ઉપર બહારના આક્રમણ અને આંતરિક ગરબડનો ભય છે તે બાંગ્લાદેશી વસાહતીઓના કારણે છે.’

રોહિંગ્યા મુસ્લિમો ક્યાં ક્યાં છે તેની માહિતી અરજદાર રીટા માનચંદાના વકીલે માગી છે અને એમણે ઘૂસણખોરોને ‘િનરાશ્રિતકહ્યા તેની સામે ચીફ જસ્ટિસ અને જસ્ટિસે જ વાંધો ઉઠાવ્યો અને પૂછ્યું કે રોહિંગ્યાઓને ‘િનરાશ્રિતઠરાવતો સરકારી આદેશ ક્યાં છે? આવા લોકોને કોઈ કાનૂની હક - અધિકાર નથી. ગેરકાયદે આવેલા લોકો માટે સરકાર બંધાયેલી નથી. લોકોનું કાયદેસર સ્થાન હોય નહીં તે લોકો માત્ર ઘૂસણખોર છે.

િનરાશ્રિતોને એમના દેશ, સ્વદેશમાં - સલામતી હોય નહીં તો પાછા કાઢવા નહીં તેવી આંતરરાષ્ટ્રીય સમજૂતી ઉપર ભારતે મંજૂરી આપી નથી અને કાયદેસર ‘િનરાશ્રિતજાહેર કર્યા નથી. આમ આ લોકોની ઓળખ ઘૂસપેઠિયા જ છે. મતદાર યાદીમાં આવા લોકો ‘મતદાતાબની ગયા હોય તેમનાં નામ કાઢવાં જ પડે. પશ્ચિમ બંગાળ સરહદેથી આ લોકો સ્વદેશ પાછા જઈ રહ્યા છે ત્યારે વિરોધ પક્ષોએ ચૂંટણી મથક - બૂથ લેવલ, અૉફિસરો ઉપર કામના દબાણનો મુદ્દો ઉઠાવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે ‘અરજદાર ‘હોંશિયારીપૂર્વકઅરજી કરીને જાણવા માગે છે કે રોહિંગ્યાઓની ભાળ મેળવવાને બહાને - એમને પાછા કાઢવાની પ્રક્રિયા વિષે જાણવા માગે છે અને સરકારી ફાઇલોની માહિતી મેળવવા માગે છે!’ સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયમૂર્તિઓ પણ જાણે છે તેથી એમણે વધુમાં કહ્યું છે કે ઘૂસણખોરો ભારતમાં ઘૂસીને આશ્રય અને અનાજમાં ભાગ પડાવે છે પણ આપણા દેશમાં ઘણાં ગરીબ લોકો છે અને તેમના હક છે -

મ્યાંમારમાં બાંગ્લાદેશી મુસ્લિમો - ઘૂસણખોરી કરીને વસાહતી બન્યા છે તે સ્થાનિક લોકોને સ્વીકાર્ય નથી તેથી આ લોકોની વણઝાર પશ્ચિમ બંગાળ - માર્ગે ભારતમાં ઘૂસી છે.

સુપ્રીમ કોર્ટની ટકોર ‘વોટ બૅન્કનો બચાવ કરતા આપણા વિપક્ષો માટે પણ છે.