મુંબઈ, તા. 18 : સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા સહિત અન્ય 15 બૅન્કો સાથે લગભગ ત્રણ હજાર 847 કરોડની છેતરપિંડી મામલે સીબીઆઈએ યુનીટી ઇન્ફ્રા પ્રોજેકટસ લિમિટેડ અને તેના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આગમાં નુકસાન થયેલા મંત્રાલયના નૂતનીકરણ પણ આ ડેવલપરે જ કર્યું હતું.
ગત 17મી અૉગસ્ટે એસબીઆઈએ લેખિત ફરિયાદ નોંધીને સીબીઆઈને ફરિયાદ કરી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર સીબીઆઈએ આ કેસમાં યુનિટી ઇન્ફ્રાપ્રોજેકટસ લિમિટેડ, તેના અધ્યક્ષ અને મૅનેજિંગ ડિરેકટર કિશોર અવર્સેકર, ઉપાધ્યક્ષ અભિજિત અવર્સેકર, કાર્યકારી સંચાલક આશિષ અવર્સેકર અને સંચાલક પુષ્પા અવર્સેકર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સંબંધિત ડેવલપરે કલાનગર ખાતે માતોશ્રી બંગલો, દાદર ટીટી ફલાયઓવર, સીએસએમટીના ભૂગર્ભ માર્ગનું બાંધકામ કર્યું હતું.
આરોપીઓએ અજ્ઞાત લોકસેવક અને અજ્ઞાત શખસની મદદથી ગુનેગારીનો કટ રચીને સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા અને અન્ય બૅન્ક સાથે રૂા. 3,847 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
કંપનીએ એસબીઆઈ અને અન્ય બૅન્કો પાસેથી જુદી જુદી સુવિધાઓનો લાભ લઈને લોન લીધી હતી. ત્યારબાદ તેને પરત ચૂકવી નહોતી. જેને પગલે બૅન્કોને રૂા. 3,847 કરોડનું નુકસાન થયું છે. આ મામલે એસબીઆઈના ઉપ મહાવ્યવસ્થાપક રજની ઠાકુરે સીબીઆઈને લેખિત ફરિયાદ આપી શેર કરો -