ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (એફએચએફ)ના એમ્બેસેડર અમિતાભ બચ્ચને અૉલિમ્પિક્સ ઈન રીલ લાઈફ : એ ફેસ્ટિવલ અૉફ ફિલ્મ્સ ઍન્ડ ફોટોગ્રાફસનું અનાવરણ કર્યું હતું અને આ આપણને ભારતીય અૉલિમ્પિક ખેલાડીઓની યાદ અપાવશે એમ કહ્યું હતું.
ચાળીસ વર્ષ બાદ ભારત આંતરરાષ્ટ્રીય અૉલિમ્પિક કમિટીના યજમાન બનવાની અને ભવિષ્યમાં અૉલિમ્પિક રમતો યોજવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે મુંબઈ સ્થિત એફએચએફ અને સ્વિટ્ઝર્લેન્ડના લુસાનમાં આવેલા અૉલિમ્પિક મ્યુઝિયમે અૉલિમ્પિક્સ ઈન રીલ લાઈફ - અ ફેસ્ટિવલ અૉફ ફિલ્મ્સ ઍન્ડ ફોટોગ્રાફ્સે હાથ મિલાવ્યા છે. નેશનલ સેન્ટર ફૉર પરફોર્મિંગ આર્ટ્સ (એનસીપીએ) અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર (આઈઆઈસી)એ આમાં સહયોગ આપ્યો છે.
પૉસ્ટર રજૂ કરતી વેળા અમિતાભની સાથે એફએચએફના ડિરેકટર શિવેન્દ્રસિંગ ડુંગરપુર, અૉલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર અભિનવ બિન્દ્રા, હોકીના દંતકથા સમાન ખેલાડી એમ. એમ. સૌમૈયા અને બેડમિન્ટન ખેલાડી અપર્ણા પોપટ હતાં. અૉલિમ્પિક્સ ઈન રીલ લાઈફમાં અૉલિમ્પિક રમતો પર બનેલી દુનિયાભરની ફિલ્મો અને તસવીરોનો સંચય હશે જે મુંબઈ અને દિલ્હીના પ્રેક્ષકોને જોવાની તક મળશે. આ ક્ષેત્રએ ભારતીય ખેલાડીઓની નામના બાબતે પણ સંપૂર્ણ જાણકારી મળશે.