• રવિવાર, 14 એપ્રિલ, 2024

યશરાજે લૉન્ચ કર્યું કાસ્ટિંગ ઍપ  

અભિનયની દુનિયામાં ઝંપલાવવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહેલા કલાકારો માટે યશરાજ ફિલ્મ્સે વધુ એક નવો રસ્તો ખોલ્યો છે. એસ્પાયરિંગ એક્ટર્સ માટે હવે યશરાજ ફિલ્મ્સમાં અૉડિશન આપવું વધુ સરળ બની જશે. યશરાજના નામે બની રહેલા કાસ્ટિંગ કાઉચના કિસ્સાઓને રોકવા માટે તાજેતરમાં પોતાનું એક એપ્લિકેશન લૉન્ચ કર્યું છે. એપ્લિકેશનમાં પૂછવામાં આવતી માહિતી ભરીને એક્ટિંગ કરતો વીડિયો અપલોડ કરવાનો રહેશે. તેથી યશરાજમાં કામ મેળવવા માટે કલાકારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવાની જરૂર પડશે નહીં. નવોદિતો યશરાજ કાસ્ટિંગ નામના એપ્લિકેશનના માધ્યમથી મનગમતા પ્રોજેક્ટ્સ માટે અપ્લાય કરી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ