• રવિવાર, 14 એપ્રિલ, 2024

પુલકિતે સાસરે બનાવી પહેલી રસોઈ  

બૉલીવૂડ અભિનેત્રી ક્રિતી ખરબંદા અને પુલકિત સમ્રાટે 15મી માર્ચે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ ન્યૂલી વેડ કપલ્સ છાશવારે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. સામાન્યપણે લગ્ન બાદ સાસરામાં વહુને પહેલી રસોઈ બનાવવાની હોય છે ત્યારે ક્રિતીએ લગ્ન બાદ પુલકિતની પહેલી રસોઈની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે. તસવીરમાં પુલકિત ક્રિતીની મમ્મીના ઘરે હલ્વો બનાવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. કેપ્શનમાં ક્રિતીએ લખ્યું હતું કે, ગ્રીન ફ્લેગ એલર્ટ! મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારા અને પુલકિતના લગ્ન થશે, પણ થયા, લગ્ન પછી અમે બંને મારા ઘરે આવ્યા અને તે કિચનમાં ગયો. હું પણ તેની પાછળ ગઈ અને જોયું તો તે હલ્વો બનાવી રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે શું કરે છે? તો તેણે કહ્યું કે મારી પહેલી રસોઈ છે અને હલ્વો બનાવી રહ્યો છું. સાંભળીને મેં કહ્યું કે પહેલી રસોઈ છોકરીઓની હોય તો પુલકિતે જવાબ આપ્યો કે આપણે નક્કી કર્યું હતું ને કે સારી જવાબદારીઓ બરાબર નિભાવિશું. તે મારા ઘરે જમવાનું બનાવ્યું હતું ને તો હું તારી ફેમિલી માટે જમાવનું બનાવી રહ્યો છું. સિમ્પલ! તું મારી ધીરજનું ફળ છે અને પણ સૌથી મીઠું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ