• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ગુજરાતી ફિલ્મ `ફુલેકું'માં બંગાળી કલાકારો અમિત-મંજરી

ઈરશાદ દલાલા લિખિત અને દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ફુલેકું આગામી શુક્રવારે રજૂ થવાની છે. આ ફિલ્મ ગુજરાતી ભાષામાં છે, પણ તેના મુખ્ય કલાકારો અમિત દાસ-મંજરી મિશ્રા છે. હાલમાં માર્કેટમાં ફુલેકું ફેરવ્યાની ઘટનાઓ બનતી જોવા મળે છે. ફિલ્મની વાર્તામાં પણ આવું જ છે. રમકડાંની ફેક્ટરીના માલિક જયંતિલાલ મેઘાણી દેવાળું ફુંકે છે. તેમને ત્રણ પરિણીત પુત્રો અને કુંવારી પુત્રી છે. તેઓ માર્કેટમાં ફુલેકું ફેરવનાર તરીકે બદનામ થાય છે. આ બદનામીને પગલે જયંતિલાલ પત્ની નર્મદા સાથે આપઘાત કરવાનો પ્રયાસ કરે છે, પણ છેલ્લી ઘડીને ઘરનો મૂંગો નોકર તેમને બચાવી લે છે. આ આઘાતમાંથી તેઓ બહાર આવ્યા નથી ત્યાં આવકવેરાના દરોડા પડે છે. ઘરમાં ખાવાના સાંસા હોય છે ત્યાં દરોડામાં ઘરમાંથી એવી વસ્તુઓ નીકળે છે જે જોઈને આભા બની જવાય છે. ત્યાર પછી કેવા વળાંક આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે. 

ફુલેકું ફિલ્મમાં એક જ ગીત છે, જેના ગીતકાર ઈરશાદ દલાલા અને કૌશલ મહાવીર છે તથા ગાયક જાવેદ અલી છે. ફિલ્મના અન્ય કલાકારો અનંગ દેસાઈ, જિજ્ઞેશ મોદી, નર્મદા સોની, મનિતા મલિક છે.