• મંગળવાર, 06 જૂન, 2023

થાણેના કેટલાક વિસ્તારોમાં આજે 24 કલાકનો પાણીકાપ  

અમારા પ્રતિનિધિ તરફથી 

થાણે, તા. 25 : થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી)એ બુધવારે એવી જાહેરાત કરી હતી કે, 26 મેના શુક્રવારે જાળવણી અને સમારકામને કારણે થાણેના કેટલાક વિસ્તારોમાં 24 કલાક પાણીકાપ રહેશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ 24 કલાકના આ પાણીકાપ દરમિયાન સાકેત બ્રીજ ખાતે પાણીની મુખ્ય જળવાહિનીનું અને વાલ્વનું સમારકામ કરવામાં આવશે. ઘોડબંદર રોડ, લોકમાન્ય નગર, વર્તક નગર, સાકેટ, રીતુ પાર્ક, થાણે સેન્ટ્રલ જેલ પરિસર, ગાંધીનગર, રૂસ્તમજી ટાઉનશિપ, ઈંદિરા નગર, શ્રીનગર, સમતા નગર, સિદ્ધેશ્વર, એટર્નીટી મૉલ, મુંબ્રા અને કલવામાં પાણીપુરવઠો બંધ રહેશે. પાણીપુરવઠો જ્યારે પૂર્વવત્ કરાશે ત્યારે પણ પાણીનું દબાણ એકાદ બે દિવસ ઓછું રહેશે. 

પાણીપુરવઠો ધીમે ધીમે શરૂ થશે એટલે પાણીનું દબાણ ઓછું રહેશે, એમ ટીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું. થાણે પૂર્વમાં કોપરી ખાતે ગુરુવારે 500 એમએમ વ્યાસની મુખ્ય જળ વિરતરણ પૅનલની પુન: સ્થાપના કરવાની હોવાથી પાણીકાપ રહેશે. કોપરીમાં આ પાણીકાપ ગુરુવાર સવારના બે વાગ્યાથી શુક્રવારના સવારના 9 વાગ્યા સુધી રહેશે. આને કારણે ધોબીઘાટ અને કનૈયા નગરના વિસ્તારોને અસર થશે.