• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ડ્રાઈવિંગ લાઈસન્સની પરીક્ષામાં મહત્ત્વનો ફેરફાર

એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેકનો ઉપયોગ

મુંબઈ, તા. 18 :  મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માત પર નિયંત્રણ રાખવા અને સુરક્ષા વધારવા માટે રાજ્ય સરકારે માનવીય હસ્તક્ષેપ ઓછો કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના 17 આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ અૉફિસ)માં એઆઈના ઉપયોગ દ્વારા વેહિકલ ટેસ્ટ ટેક તૈયાર કરાશે. ટ્રેક પર ટેસ્ટ આપ્યા બાદ ફક્ત દસ સેકન્ડમાં પરિણામ જાહેર થશે અને તેના આધારે વાહનચાલક `લાઈસન્સ' માટે પાત્ર છે કે નહીં, નક્કી કરવામાં આવશે. વર્તમાનમાં વાહનચાલકની લાઈસન્સ ટેસ્ટ માટે આઠથી દસ મિનિટનો સમય લાગે છે.

માનવીય ભૂલોને કારણે થતાં માર્ગ અકસ્માતનું પ્રમાણ 70 ટકા કરતાં વધુ છે. ટુ-વ્હીલર લાઈસન્સ માટે સેંકડો યુવાનો એકસાથે પરીક્ષા આપે છે. ફોર-વ્હીલર માટે પણ એવી સ્થિતિ હોવાથી માનવીય હસ્તક્ષેપ મોટા પ્રમાણમાં થાય છે.  વાહનચાલકની ટેસ્ટ માટે અંગ્રેજી આઠના આકારનો, એચ આકારનો, પાંચ પૉઈન્ટ, ગ્રેડિયન્સટ (ઉતાર-ચડાવ), અૉવરટેકિંગ અને ટ્રાફિક સિગ્નલ ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવે છે.

એઆઈ આધારિત નવી ટેસ્ટ પદ્ધતિ નિષ્પક્ષ અને પારદર્શક હશે. માનવીય હસ્તક્ષેપ સિવાય વિજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવશે. માર્ગ સુરક્ષામાં વેહિકલ ટેસ્ટ ટ્રેક મહત્ત્વની