• ગુરુવાર, 17 જુલાઈ, 2025

ઓડિશાની કન્યાની આત્મહત્યા : જવાબદાર કોણ?

વડા પ્રધાન મોદી બેટી પઢાઓ - બેટી બચાઓ કહે છે પણ આજે તો બેટી બચાવવાની પ્રથમ અનિવાર્ય જરૂર છે. આ કમનસીબ કન્યાએ મદદ માગી પણ કોઈ શ્રીકૃષ્ણ વહારે આવ્યા નહીં!

દિલ્હીની “િનર્ભયા”ની યાદ હજુ ભુલાઈ નથી અને કોલકાતામાં વિદ્યાર્થિની ઉપર બળાત્કાર અને કરપીણ હત્યા પછી હવે ઓડિશાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ દરમિયાન મહિલાઓ અને માસૂમ બાળકી અને સગા બાપ દ્વારા પુત્રીની હત્યા - જાણે વ્યવસ્થિત શ્રેણી- ઘટમાળ હોય એમ લાગે છે! આવા ગુનેગારોને દૃષ્ટાંતરૂપ સજા કરવાનો સમય હવે પાકી ગયો છે. આપણા કાયદામાં ‘દેર હૈ-અંધેર નહીં’ એવી છાપ - સમજ છે પણ સામાજિક ગુનેગારોને સખત સજા કરીને દાખલો - કાયદાનો ભય બેસાડવો જોઈએ. નેતાઓ અને ન્યાયતંત્રે હવે સક્રિય - પ્રો-એક્ટિવ - બનવું પડશે.

દક્ષિણ કર્ણાટક જિલ્લાના કૉલેજના બે ‘િશક્ષક-લેક્ચરર’ એક વિદ્યાર્થિની ઉપર બળાત્કાર અને બ્લૅકમેલ કરવા બદલ પકડાયા છે. ઓડિશામાં વીસ વર્ષની કૉલેજ કન્યા પ્રોફેસર દ્વારા થતી ‘કનડગત’ અને અયોગ્ય દબાણથી ત્રાસી ગઈ હતી. કૉલેજના પ્રિન્સિપાલે ફરિયાદ સાંભળી નહીં, પોલીસ તંત્ર અને રાજતંત્ર પણ બેદરકાર હોવાથી આખરે કૉલેજના પ્રાંગણમાં અગ્નિસ્નાન ર્ક્યું. ત્રણ દિવસમાં પ્રાણ છોડÎા! રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ ખુદ હૉસ્પિટલમાં આ કન્યાના ખબર અંતર પૂછવા ગયાં - પણ ઘણું મોડું થઈ ગયું. કોલકાતાની ઘટનાથી પણ આ બનાવ વધુ ગંભીર છે. પ્રોફેસરો અને પ્રિન્સિપાલ મુખ્ય અપરાધી છે. હવે એમની ધરપકડ અને સખત સજાની ખાતરી અપાય તેનો અર્થ નથી. વડા પ્રધાન મોદી બેટી પઢાઓ - બેટી બચાઓ કહે છે પણ આજે તો બેટી બચાવવાની પ્રથમ અનિવાર્ય જરૂર છે. આ કમનસીબ કન્યાએ મદદ માગી પણ કોઈ શ્રીકૃષ્ણ વહારે આવ્યા નહીં! ઓડિશાની ભાજપ સરકારની પ્રથમ જવાબદારી છે પણ જવાબ કોણ માગશે?

ઇ-પેપરના નવા શુલ્ક