વિશ્વ સ્તરે જેની સતત ચર્ચા છે તેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ભારતમાં વિરાટ સંમેલન યોજાય તે પોતે જ એક નોંધપાત્ર ઘટના છે. ટેક્નૉલૉજીના વૈશ્વિક પ્રવાહો સાથે ભારત તાલ મિલાવી રહ્યું છે તે પુરવાર થાય છે. કૉમ્પ્યુટર હોય કે ટેલિફોન ક્રાંતિ કે પછી ટેલિવિઝન; ભારતે પ્રગતિ કરી હતી, પરંતુ નેતૃત્વ લીધું હોય કે જગતના અન્ય દેશોની સાથે જ ચાલ્યું હોય તેવું ઓછું બન્યું છે. એઆઇ એક એવો અધ્યાય છે જેમાં ભારત પણ પાયોનિયરની હરોળમાં છે. સદીઓથી એ સત્ય છે કે વૈજ્ઞાનિક શોધ, સંશોધનો પણ બે બાજુવાળો સિક્કો છે. ટેક્નૉલૉજીનાં વિવિધ પાસાં છે અને તેનાં પરિણામ અને પરિમાણ છે. અન્ય શોધોની જેમ એઆઇ પણ પ્રારંભિક તબક્કે છે ત્યારે તેના માટેના સંશય, ભય અસ્થાને નથી, પરંતુ ભારતમાં મળેલું સંમેલન અને તેમાં વડા પ્રધાને કરેલું ઉદ્બોધન સંશયોના સમાધાન તરફ લઈ જનારાં પરિબળ બની રહેશે.
જ્યારે કૉમ્પ્યુટરની શોધ થઈ ત્યારે પણ
એવું લાગતું હતું કે હવે રોજગારીની તકો ઘટશે. સ્થિતિ ઊલટી થઈ, કૉમ્પ્યુટર રોજગારી આપનારું
મહત્ત્વનું માધ્યમ બન્યું અને આજે જીવનનાં-વ્યવસાયનાં અનેક પાસાં તેના પર આધારિત છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે વિશ્વનાં તમામ ક્ષેત્રો ઉપર પ્રભાવ પાડી રહ્યું છે. એઆઇ
હિસાબ કરી દે છે, જ્યોતિષીની ભૂમિકામાં પણ છે અને એઆઇ લેખ લખી દે છે, ફિલ્મ પણ બનાવી
આપે છે. શું થશે તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. શિખર સંમેલનમાં ભારતના વડા પ્રધાન
નરેન્દ્રભાઈ મોદીએ જે વાત કરી તે ભારતનું વલણ રહ્યું છે. ભારતનો સ્વભાવ છે. તેમણે કહ્યું કે એઆઇનો ઉપયોગ માનવનાં વિશાળ
હિતમાં થવો જોઈએ. આપણે તો ઍટેમિક ઍનર્જીનો ઉપયોગ પણ તે રીતે જ કર્યો છે. વડા પ્રધાને
કહ્યું કે એઆઇ નોકરીઓ ઉપર પૂર્ણવિરામ નહીં મૂકે, પરંતુ નોકરીનું સર્જન કરશે. વિશ્વ
સમુદાયને તેમણે એક આહ્વાન કરતાં કહ્યું કે એઆઇ માનવમૂલ્યો પર આધારિત હોવું જોઈએ, માનવતાની
ભલાઈ માટે હોવું જોઈએ.
એઆઇના આગમનથી ઘણાં ક્ષેત્રમાં કાર્યરત
લોકો કામ વગરના થશે. તે ઉપરાંત કોઈ સામગ્રી ઉપર નિયંત્રણ નહીં રહે, તેવા અનેક ડર છે
તેના અનુસંધાને નરેન્દ્રભાઈએ કહ્યું કે `કેટલાક લોકોને એઆઇમાં ભય દેખાય છે, કેટલાકને
ભાગ્ય દેખાય છે. અમે એઆઇમાં ભાગ્ય જોઈએ છીએ. વડા પ્રધાનની આ વાત વિશ્વ સ્તરે ગતિશીલ
રીતે વ્યાપી રહેલી આ ટેક્નૉલૉજી સંદર્ભે અગત્યની
છે. તેમણે માનવ-એવું વિશેષણ આ એઆઇને આપ્યું છે. એઆઇ એટલે મોરલ-નૈતિક, એકાઉન્ટેબલ-જવાબદાર,
નેશનલ સોવરેનિટી-રાષ્ટ્રીય સંપ્રભુતા, એક્સેસેબલ-સુલભ અને વેલિડ-માન્ય હોવું જોઈએ.
વડા પ્રધાને એઆઇની કરેલી આ વ્યાખ્યા જ એ વાતની દ્યોતક છે કે આખરે તો ટેક્નૉલૉજીને મૂલવવા
માટે માનવીય બુદ્ધિ જ સર્વોપરી નીવડી શકે. સમસ્ત વિશ્વમાં જ્યારે આ વિષયની ચર્ચા છે
ત્યારે ભારતે આ આયોજન કરીને નવી દિશામાં વિશ્વને સાથે રાખીને ડગ માંડયું છે. `િવરાસત
ભી, વિકાસ ભી'નું સૂત્ર અહીં પણ પડઘાય છે.