• રવિવાર, 14 એપ્રિલ, 2024

મધ્ય રેલવે દ્વારા સ્ટેશનોની અંદર `ફેરિયા હટાઓ' ઝુંબેશ  

વર્ષો બાદ  ફેરિયાઓને હટાવવાની કાર્યવાહી કેમ?

કલ્યાણ, ડોંબિવલી, વડાલા સ્ટેશનની અંદરના ફૂડ સ્ટોલ હટાવાયા 

વિરલ વ્યાસ તરફથી

મુંબઈ, તા. 2 : લોકલ ટ્રેન મુંબઈગરાંની લાઇફલાઇન છે. મુંબઈ શહેરમાં સૌથી ઝડપી કનેક્ટિવિટી અને શહેરમાં અવરજવર માટેનું સાધન લોકલ ટ્રેનો છે. સ્થાનિક લોકોની ભીડ તમામ સ્ટેશનો ઉપર બાર મહિના રહેતી હોય છે. લોકોની ભીડને જોતા રેલવે પ્રશાસને અનેક ઉપાય-યોજના વિચારી છે. ટ્રેનોની સંખ્યામાં વધારો, એસી લોકલ ટ્રેનોમાં વધારો, લોકલના સમયપત્રકમાં ફેરફાર પરંતુ સ્ટેશનો ઉપર પ્રવાસીઓને વધુ સવલત-સુવિધાઓ અપાવા છતાં અને ટ્રેનોની સંખ્યા વધારવા છતાં સ્ટેશનોના પ્લૅટફૉર્મ ઉપરની ભીડ ઓછી થવાનું નામ નથી લેતી આનાથી વિપરીત દિન-પ્રતિદિન ભીડ વધી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ