`ડીપસીક' પાયાભૂત ફોરમેટ દ્વારા ચીને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ટેક્નૉલૉજીનો આવિષ્કાર વિશ્વ સમક્ષ રજૂ કર્યા પછી સતત પ્રત્યાઘાતો આવી રહ્યા છે. `ડીપસીક' પછી ચીન દ્વારા થઈ રહેલી સ્પર્ધાનો મુદ્દો અમેરિકામાં ચર્ચામાં છે. ભારતમાં આપણે પણ આવું `ફોરમેટ' વિકસિત કરી શકીયે એવી ચર્ચા શરૂ થઈ છે. વિજ્ઞાન અને ટેક્નૉલૉજી ક્ષેત્રમાં એકાદ પડકાર આવે તો ઝીલવા ભારત સફળ થયાનાં ઉદાહરણો છે. એંશીના દશકામાં અમેરિકાએ મહા-કૉમ્પ્યુટર આપવાનો ઈનકાર કર્યો પછી ભારતીય ટેક્નૉલૉજીએ પણ ઓછા સમયમાં તે વિકસિત કરી બતાવ્યું હતું.
અવકાશ ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં ક્રાયોજનિક એન્જિન
બાબતનો અનુભવ આવો જ છે. આ ક્ષેત્રની ક્ષમતા દ્વારા ભારતે ચંદ્ર અને મંગળ અભિયાન સફળતાપૂર્વક
પાર પાડયા છે. મંગળ પરના અભિયાનનો ખર્ચ તો હૉલીવૂડની ફિલ્મ નિર્માણના ખર્ચ કરતાં પણ
ઓછો હતો. તેને લઈ `એઆઈ'નો પાયાભૂત પ્રારૂપ ભારત વિકસિત કરી શકે છે એમ માનવાને કારણો
છે. આવું અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાથી આગામી કેટલાક મહિનાઓમાં આ ફોરમેટ સાકાર
થઈ શકશે એવો વિશ્વાસ કેન્દ્રના માહિતી ટેક્નૉલૉજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો
છે.
યંત્રોને શીખડાવવા માટે આવશ્યક એવી ટ્રાફિક પ્રોસેસિંગ
યુનિટ એટલે જીપીયુ જેવી ઉચ્ચ દરજ્જાની ચિપ્સ મેળવવા માટે દેશમાંની ટોચની દશ કંપનીઓ
સામે સરકારે હાથ મિલાવ્યા હોવાથી 18 હજારથી અધિક `જીપીયુ'નો ઉપયોગ આ પ્રારૂપ માટે કરવામાં
આવશે. સંબંધિત ઉદ્યોગ, સ્ટાર્ટઅપ કંપનીઓ, સંશોધક, નિષ્ણાતોની મદદથી છેલ્લા દોઢ વર્ષથી
કામ ચાલુ હોવાના વૈષ્ણવનું નિવેદન આ બાબતની ગંભીરતા દાખવે છે. ચીનનું `ડીપસીક' આવ્યા
પછી ચર્ચા થતી હોવા છતાં આ સંદર્ભમાં દેશી અભિયાન આ પહેલાં જ શરૂ થયાનું જણાય છે.
`એઆઈ' પાયાભૂત પ્રારૂપ માટે છ ડેવલપરોથી ચર્ચા ચાલુ હોઈ નજીકના ભવિષ્યમાં તે સાકાર
થઈ શકશે એવો વૈષ્ણવનો વિશ્વાસ ખરો ઠરે એવી આશા રાખવી રહી.
આવા પ્રકારના પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ભારતીય
ટેક્નૉલૉજીમાં છે, તેમાં શંકા નથી. ઉણપ હોય તો સંશોધન માટે નિધિ ઉપલબ્ધ કરવાની અને
એકંદરે પૂરક વાતાવરણના ખાસ ઉદેશ્યો સામે રાખીને તેને માટે પૂરતી નિધિ અને આવશ્યક સુવિધા
પૂરી પાડવામાં આવી તો તે સાકાર થાય છે તે મહા-કૉમ્પ્યુટરની નિર્મિતિએ કે `મંગલયાન,'
`ચંદ્રયાન' જેવી સફળતામાં દેખાય છે. ફક્ત `એઆઈ'ના દેશી પ્રારૂપના પ્રકલ્પ માટે નહીં,
પણ એકંદરે શિક્ષણ અને સંશોધન માટે અધિક પોષકતા
નિર્માણ થવાની આવશ્યક્તા છે.