ફિલ્મોના પડદા ઉપર પર્યટનના નક્શામાં ચમકશે મહારાષ્ટ્ર
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : ફિલ્મોમાં જોવા મળતા સુંદર કિલ્લાઓ, પહાડો, સમુદ્રો અને ગામડાંઓ હવે મહારાષ્ટ્ર ટૂરિઝમની નવી ઓળખ બનશે. રાજ્ય સરકાર ફિલ્મ શૂટિંગના લોકેશન્સને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવાની તૈયારી કરી રહી છે. આ માટે પર્યટન વિભાગ અને મહારાષ્ટ્ર ફિલ્મ, રંગભૂમિ અને સાંસ્કૃતિક વિકાસ મહામંડળ વચ્ચે પાંચ વર્ષનો કરાર થયો છે. આ અંતર્ગત મહારાષ્ટ્ર ફિલ્મ ટૂરિઝમ નામે અલગ બ્રાન્ડ બનાવવામાં આવશે અને દેશ-વિદેશમાં તેનો પ્રચાર......