ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડના મુખ્યાલય `ફોર્ટ વિલિયમ'નું નામ બદલી `વિજય દુર્ગ' કરવામાં આવ્યું છે. ભારતીય પરંપરા, સેના અભિમાન અને સ્વદેશી અસ્મિતાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી આ ક્રાંતિકારી બદલાવ કરવામાં આવ્યો છે. કોલકાતાના ફોર્ટ વિલિયમને હવે વિજય દુર્ગ કરવાના કારણ પાછળ ભારતીય સેનાની પરંપરા અને સંસ્કૃતિ-વારસાને જાળવી રાખવાનો ઉદ્દેશ છે. મહારાષ્ટ્રના સિંધુ દુર્ગ કિનારા પરના ઐતિહાસિક કિલ્લા પરથી આ નામ પાડવામાં આવ્યું છે, આ સુધ્ધાં મહારાષ્ટ્ર માટે એક ગૌરવની વાત છે.
વિજય દુર્ગ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજે બાંધેલું એક મહત્ત્વનું નૌકાદળનું
મથક છે, જેણે મરાઠા સામ્રાજ્યની સમુદ્રી શક્તિ પ્રબળ બનાવી હતી. ખરી રીતે તો વિજય દુર્ગ
એ ભારતની સેનાની આત્મનિર્ભરતા અને વિજયના પ્રતીક તરીકે ઓળખાય છે તે ભારતીય સેનાની ગૌરવશાળી
પરંપરા પણ દાખવે છે. હવે ફક્ત કિલ્લાનાં જ નામ બદલવામાં નથી આવ્યાં, પણ કિલ્લામાંની
બીજી કેટલીક ઇમારતો અને સ્થળોનાં નામ પણ બદલવામાં આવ્યાં છે. `િકચનર હાઉસ'નું નામ બદલીને
`માણેકશા હાઉસ' કરવામાં આવ્યું છે. `સેન્ટ જ્યોર્જ ગેટ'ને હવે `િશવાજી મહારાજ દ્વાર'
કહેવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામગીરીની માનસિકતામાંથી મુક્ત થવાની દિશામાં
લીધેલું આ એક મોટું પગલું છે.
સ્વતંત્ર પછી લાંબા સમય સત્તાનો ઉપભોગ કરનાર કૉંગ્રેસની સરકારને આવાં નામો બદલવાનું
ક્યારે સૂઝયું નથી અથવા તો તે કરવા માગતી નહોતી એમ માનનારો આ દેશમાં એક મોટો વર્ગ છે.
ઊલટાનું છેલ્લા દશકામાં લગભગ 25 શહેરોનાં નામકરણ કરવાની હાલની કેન્દ્ર સરકારે મંજૂરી
આપી છે. તેમાં સર્વાધિક કર્ણાટકમાંનાં 17 શહેરોનો સમાવેશ થાય છે. આ પછી પંજાબનાં ચાર
અને ઓડિશા અને મહારાષ્ટ્રનાં દરેકનાં બે શહેરોનાં નામકરણ પર ગૃહ વિભાગે મંજૂરીની મહોર
મારી છે. ઔરંગાબાદનું સંભાજીનગર અને ઉસ્માનાબાદનું ધારાશિવ એવું નામકરણ થયું છે.
આ બધા બદલાવ આપણી સંસ્કૃતિના જીવંતપણાનાં લક્ષણ અને આવશ્યકતા છે. હવે પછી ગામેગામના
રસ્તા અને ચોકનાં તેમ જ કેટલીક ઇમારતો વિદેશી સંસ્કૃતિનાં નામે હશે તો તત્કાળ તેને
સ્થાનિક તંત્રએ બદલવા જોઈએ. કારણ કે હવે આ માટીને સ્વત્વનો રંગ આવ્યો છે. કરોડો ભારતીયોની
અસ્મિતા જાગૃત થઈ છે.