• રવિવાર, 14 એપ્રિલ, 2024

રૉકેટની જાહેરાતમાં ચીની ઝંડો ડિઝાઈનરની ભૂલ : ડીએમકે  

ચેન્નાઈ, તા.1 : ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના નવા પ્રક્ષેપણ કેન્દ્ર સંબંધિત એક જાહેરાતમાં ચીની ઝંડો દર્શાવવામાં આવ્યાના વિવાદ વચ્ચે તમિલનાડુ સરકારે ભૂલ સ્વીકારી છે. વિવાદના બીજા દિવસે ડીએમકે નેતા-પ્રધાન અનીતા આર.રાધાકૃષ્ણને સ્પષ્ટતા કરી કે ડિઝાઈનરની ભૂલ હતી અને ડીએમકેનો કોઈ બીજો ઈરાદો હતો. જાહેરાતમાં એક નાની એવી ભૂલ થઈ હતી. અમારા દિલોમાં ભારત માટે માત્ર પ્રેમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ