ચાર માસમાં 40 ટકાનાં ગાબડાં સાથે 480 અબજ ડૉલરની શેરમૂડી સાફ
નવી દિલ્હી, તા.29 : ભારતીય શેરબજારમાં જારી ભારે ઘટાડો અને ઉથલ-પાથલ વચ્ચે ચીનથી આવેલા સમાચાર દુનિયાભરનાં રોકાણકારો માટે ચેતવણી સમાન છે. ચીનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ(એઆઇ) કંપનીઓના શેરોમાં છવાયેલી ઘટાટોપ તેજી હવે ભારે મોટા ગાબડામાં પલટાઈ ગઈ છે. એઆઇ અને સેમીકંડક્ટર કંપનીઓનાં દબદબાવાળો સ્ટાર-50 સૂચકઆંક....