• રવિવાર, 14 એપ્રિલ, 2024

સૂર્યમુખી અને સોયાતેલની આયાતમાં વધારો   

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 2 : હરીફ ખાદ્યતેલોની અસરથી મલેશિયન પામતેલ વાયદો મંગળવારે પ્રારંભિક વેપારમાં ઘટી ગયા પછી વળતો સુધારો નોંધાયો હતો.પામતેલનો જૂન કોન્ટ્રાક્ટ છેલ્લે 41 રીંગીટ વધીને 4308ની સપાટીએ બંધ થયો હતો.ડાલિયન બજારમાં સોયાતેલ કોન્ટ્રાક્ટ 0.57 ટકા અને તેનો પામતેલ કોન્ટ્રાક્ટ 0.53 ટકા વધ્યો હતો.માર્ચ મહિનામાં મલેશિયન પામતેલની નિકાસમાં 20 થી 29 ટકાનો વધારો થયો હોવાનો અંદાજ કાર્ગો સર્વેયરે વ્યક્ત કર્યો હતો.ભારત દ્રારા પામતેલની આયાતમાં ઘટાડો કરતા સૂર્યમુખી અને સોયાતેલની આયાતમાં વધારો થયો છે.સૂર્યમુખી અને સોયાતેલની ઉંચી આયાતના કારણે ભારતની કુલ ખાદ્યતેલની આયાત મહિનાની ટોચે પહોંચી ગઈ છે.જે આગલા મહિનાની સરખામણીએ 18.7 ટકા વધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ